Gujarat

ભાવનગર જિલ્લાના ઘાંઘળી ગામમાં ઇ-ગ્રામ સેવા અંતર્ગત ગત દોઢ વર્ષમાં ૧૫.૫ કરોડ રુ.ના નાણાકીય ટ્રાન્ઝેક્શન થયા

ભાવનગર
ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાનું ઘાંઘળી ગામ આમ તો ચાર હજાર નાગરિકોની જ વસતિ ધરાવે છે પરંતુ અહીંની ગ્રામ પંચાયત કચેરી ખાતે કાર્યરત વી.સી.ઇ. (વિલેજ કોમ્યુટર આંત્રપ્રિન્યોર) શ્રી જયેશભાઇ પારઘીએ ઇ-ગ્રામ અંતર્ગત ગત વર્ષે ૧૩ કરોડ રુપિયા અને ચાલુ વર્ષે ૨.૫ કરોડ રુપિયાથી પણ વધુની બિઝનેસ ટ્રાન્ઝેક્શન કર્યા છે.
ઘાંઘળી ગામમાં કોઈ પણ બેંક નહીં હોવાથી લોકો રોજ બરોજના બેન્કિંગ વ્યવહારો કરવા માટે ઈ-ગ્રામ ધરા આવે છે આમ, જયેશભાઈ વર્ષોથી વી.સી.ઇ. તરીકે કાર્ય કરતાં હોવાથી લોકો માટે ખૂબ જ વિશ્વાસપાત્ર સાબિત થયા છે. વી.સી.ઇ. જયેશભાઇને ગત વર્ષે શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્ય સરકારે ‘બેસ્ટ વી.સી.ઇ.’ એવોર્ડથી સન્માનિત કર્યા હતા અને તેમને ઇનામ સ્વરુપે ઇ-બાઇક પણ મળ્યું હતું.
વી.સી.ઇ. જયેશભાઇ પારઘી જણાવે છે કે ગ્રામ પંચાયત કચેરીમાં મ્૨ઝ્ર (‘બિઝનેસ ટુ સિટીઝન’) સેવાઓ જેવી કે મોબાઇલ રીચાર્જ, લાઇટ બિલ કલેકશન, ડ્ઢ્‌ૐ રીચાર્જ, ૨-૪ વ્હીલર વ્હીકલનો વિમો, મેડીકલ વીમો, મની ટ્રાન્સફર, આધાર અનેબલ પેમેન્ટ સીસ્ટમ (છન્ઁજી), બસ ટીકીટ, એર ટીકીટ, ટ્રેન ટીકીટ નું ઓનલાઇન બુકિંગ અને ઇનકમ ટેક્ષ રીટર્ન જેવી સેવાઓ આપવામાં આવે છે.
આ ઉપરાંત મ્૨ઝ્ર સેવાઓમાંથી આધાર અનેબલ પેમેન્ટ સીસ્ટમ (છઈઁજી) નો સૌથી વધારે વપરાશ કરું છુ કારણ કે મારી ગ્રામ પંચાયતના આજુબાજુમાં ય્ૈંડ્ઢઝ્ર વિસ્તાર આવેલ છે. જેમાં બહારના રાજ્યના શ્રમિકો કામ કરે છે તેમને પોતાનો પગાર ખાતામાંથી દર મહીને ઉપાડવા કે પોતાના સબંધિઓને પૈસા મોકલવાનો હોય છે. બેંક દૂર હોવાથી તેઓ અહીં ગ્રામ પંચાયતમાં આવે છે અને હું તેમને આધાર અનેબલ પેમેન્ટ સીસ્ટમ (છન્ઁજી) થી કરી આપુ છું. જેથી શ્રમિકોનો સમય બચે છે અને મને પણ કમિશન થી આવક પણ મળે રહે છે.
વધુમા્‌ તેઓ જણાવે છે કે ય્૨ઝ્ર (‘ગર્વમેન્ટ ટુ સિટીઝન’) સેવાઓ અંતર્ગત ગ્રામ પંચાયત માંથી ૭/૧૨ કે ૮અ ના ઉતારા, જન્મ-મરણના દાખલાઓ, ઇ્‌ર્ં ના ફોર્મ, ઓન લાઇન ભરતીના ફોર્મ, પાન કાર્ડ, આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, તેમજ ડીજેટલ સેવા સેતુ મારફત સીનીયર સીટીઝનનો દાખલો, વિધવા સર્ટીફીકેટ, આવકનો દાખલો કે રેશન કાર્ડ ને લગતી અરજીઓ આઇ- ખેડૂત પોર્ટલ ને લગતી અરજીઓ માટે તાલુકા મથક પર જવું પરંતુ સરકારના ઇ-ગ્રામ પ્રોજેકટ અંતર્ગત ઇન્ગ્રામ સેન્ટર પર ઉપરની બધી સેવાઓ મળી રહે છે. જેથી અરજદારોને તાલુકા મથક સુધી જવું પડતું નથી જેથી અરજદારના સમય અને પૈસા બન્નેની બચત થાય છે. આથી અમે રાજય સરકારનો ઇ-ગ્રામ વિશ્વ ગામ પ્રોજેકટ શરૂ કરવા બદલ ખુબ-ખુબ આભારી છીએ
ઘાંઘળી ગામના ઇ-ગ્રામ સેનેટર વિશે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો. પ્રશાંત જીલોવાએ જણાવ્યું હતું કે ઘાંઘળી ગ્રામ પંચાયતના વી.સી.ઇ. જયેશભાઈની કામગીરીની રાજ્ય સ્તરે નોંધ લેવાઇ રહી છે, જે અન્ય વી.સી.ઇ. માટે પણ પ્રેરણારુપ છે.
આ અંગે જિલ્લા કલેકટર આર. કે. મહેતાએ જણાવ્યું હતું કે ઘાંઘળી ગામના વી.સી.ઇ. જયેશભાઈ સતત સારું કામ કરી રહ્યા છે.
ગ્રામ્ય નાગરિકોને સરકારી કામકાજને લગતી ઓનલાઇન સુવિધાઓ ગામમાં જ આપીને લોકોને શહેરી અને રામ્ય વિસ્તારો વચ્ચેનું ટેકનોલોજીકલ અંતર દૂર કરી શકાયું છે. ગ્રામ્ય નાગરિકોને સશક્ત કરીને તેમની ભાગીદારી વધારવાના હેતુથી “ઇ-ગ્રામ વિશ્વગ્રામ” યોજના અમલમાં મુકવામાં આવી છે. જેથી ઘાંઘળી ગ્રામ પંચાયતના વી.સી.ઇ.ની કામગીરીખૂબ જ ઉમદા અને અભિનંદનને પાત્ર છે.
ઇ-ગ્રામ સેવાઓ થકી નાણાકીય સમાવેશન (હ્લૈહટ્ઠહષ્ઠૈટ્ઠઙ્મ ૈંહષ્ઠઙ્મેર્જૈહ)ની દિશામાં સરકારે મોટી હરણફાળ ભરી છે. આ સેવાઓ થકી તાલુકા કક્ષાની સેવાઓ ગ્રામ્ય કક્ષાએ પ્રાપ્ય અને સુલભ બની છે.

File-02-Page-Ex-02-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *