Gujarat

જેતપુરમાં જાહેર રોડ ઉપર દારૂની મહેફીલ માણતા ૩ શખ્‍સો પોલીસને જોતા છનન

બુલેટ તથા દારૂની બોટલ કબ્‍જે નાસી છુટેલા ત્રણેય શખ્‍સોની શોધખોળ
શહેરના સરદાર ચોકથી નકલંક આશ્રમ તરફ જવાના રોડ પર આવેલ ઢોસાની દુકાન સામે જાહેરમાં દારૂની મહેફીલ માણતા હોવાથી બાતમીના આધારે શહેર પોલીસે રેડ કરતા ૩ શખ્‍સો પોલીસને જોય નાશી છુટેલ. પોલીસે ત્‍યાં તપાસ કરતા ઇગ્‍લીશ દારૂની બોટલ મળી આવતા પોલીસે બુલેટ તથા દારૂની બોટલ કબ્‍જે કરી નાશી છુટેલ ત્રણેય અજાણ્‍યા શખ્‍સો વિરૂધ્‍ધ ગુનો દાખલ કરેલ. બુલેટમાં આગળ કે પાછળ નંબર પ્‍લેટ લગાડેલ પણ ન હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ રોડ પર રાત્રીના અમુક શખ્‍સો બાઇક ધુમ સ્‍પીડે તેમજ સાયલેન્‍સરના મોટા અવાજ સાથે અવાર નવાર  નીકળી વોકીંગમાં નીકળેલ મહિલાઓ – યુવતીઓ સામે સીન સપાટા કરતા હોય છે. ઉપરાંત આ જગ્‍યા રાત્રીના મસયે અવાવરૂ રહેતી હોય બાઇક લઇ દારૂ પીવાના તેમજ જન્‍મદિવસની કેક કાપી પાર્ટી પણ કરવામાં આવે છે. મેદાનમાં અંજવાળુ ન હોય લુખાઓ લુખાગીરી કરતા હોય છે. પોલીસ રાત્રીના સમયે અહી પેટ્રોલીંગ વધારે તેવી લોકમાંગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *