Gujarat

જૂનાગઢમાં રાયફલની ફાયરીંગ પ્રેક્ટીસથી બફેલ રેન્જ નાં આસપાસનાં એક કીલોમીટરનાં વિસ્તાયરમાં પ્રવેશબંધી

શોર્ટ રેન્જ, ૮ ગુજરાત બીએન એનસીસી ગ્રાઉન્ડ ખાતે ૨૨ બોર રાયફલની ફાયરીંગ પ્રેક્ટીસ યોજાનાર હોય, આ પ્રેક્ટીસ દરમિયાન ફાયરીંગના સ્થળની આજુબાજુના વિસ્તારમાં લોકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

ફાયરીંગ પ્રેક્ટીસ દરમિયાન તે વિસ્તારમાં લોકો તથા વાહનોની અવર-જવર ભયજનક જણાતી હોય, જાહેર સલામતીના હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.જી.પટેલને જૂનાગઢ સને-૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની આંક-૨૨ની કલમ-૩૩(૧)(બી) હેઠળ મળેલ સત્તાની રૂએ શોર્ટ રેન્જ, ૮ ગુજરાત બીએન એનસીસી ગ્રાઉન્ડ, જૂનાગઢ આજુબાજુ ૧ કિ.મી. વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે તા.૭/૬/૨૦૨૩ થી ૪/૭/૨૦૨૩ સુધી પ્રવેશ બંધી ફરમાવી છે.

આ જાહેરનામું તાત્કાલીક અસરથી ૪/૭/૨૦૨૩ સુધી સવારના ૮ કલાકથી ૧૮-૦૦ કલાક સુધી (દૈનિક ધોરણે) અમલમાં રહેશે.

આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સને-૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમ- આંક-૨૨ની કલમ-૧૩માં દર્શાવેલ શિક્ષાને પાત્ર ઠરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *