મેંદરડા તાલુકાના સમઢિયાળા પે સેન્ટર શાળા ખાતે મારી માટી મારો દેશ અભિયાનની ઉજવણી ઉલ્લાસભેર યોજાઇ હતી.
જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના સમઢીયાળા પે સેન્ટર શાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સૌપ્રથમ શીલા ફલકમ તક્તી અનાવરણ, હાથમાં દીવા સાથે પંચ પ્રાણપ્રતિજ્ઞા લીધી હતી. તેમજ શીલા ફલકમ સાથે સેલ્ફી લીધી હતી. બાદમાં શાળાના પટાંગણમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ સ્માશન નજીક મહાનુભાવો, અગ્રણીઓના હસ્તે ૭૫ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સમઢીયાળા ગામના સરપંચ શ્રી ચિરાગભાઈ રાજાણી અગ્રણી શ્રી વિનુભાઈ રાજાણી શાળાના આચાર્ય શ્રી અરવિંદભાઈ દેગડા મેંદરડા તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ ગ્રામ પંચાયતના સભ્યો, સમઢીયાળા ગામના તલાટી મંત્રી ઘોડાસરા, વિસ્તરણ અધિકારી શ્રી ચૌહાણ, આરોગ્ય વિભાગ, આંગણવાડી, શાળાનો સ્ટાફ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

