નસવાડી તાલુકાના ખુશાલપુરા ગામે મંત્રીના હસ્તે બે માસ પેહલા પુલનું લોકાર્પણ થયેલ હતું તે પુલનું પથ્થર પીચીંગ ઉખડી ગયું અને રોડની સાઈડની દીવાલમાં મોટી મોટી તિરાડો પડવા માંડી પેહલા જ વરસાદમાં ભષ્ટચારની પોલ ખુલી અધિકારીઓ કામગીરી ઉપર ધ્યાન નથી આપતા તેનો આ વરવો નમૂનો બહાર આવ્યો સરકાર કરોડો રૂપિયા આદિવાસી વિસ્તાર માટે ફાળવે છે પરંતુ અધિકારીઓની મીલીભગતથી આ પુલોની હલકી કામગીરીની પોલો ખુલે છે
નસવાડી તાલુકાના ગઢ સિમેલ ગામે મેણ નદી ઉપર 90 ગામોની અવરજવર માટે પંચાયત માર્ગ મકાન વિભાગ છોટાઉદેપુર દ્વારા 5 કરોડના ખર્ચે પુલ અને એપ્રોચ રોડની કામગીરી નસવાડી પંચાયત માર્ગ મકાન પેટા કચેરી દ્વારા એજન્સી પાસે કામગીરી કરાવવામાં આવી હતી જેનું લોકપર્ણ માટે રાજ્યકક્ષાના અન્ના અને પુરવઠા મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું ધારાસભ્યો તેમજ અન્ય લોકો લોકાર્પણ વખતે હાજર રહી વિકાસના ગુણગાન ગાયા હતા તેને બે માસનો સમય થયો છે અને હાલ પુલના એપ્રોચમાં બનાવવામાં આવેલ દીવાલમાં તિરાડો પડી ફાટી ગઈ છે જયારે સાઈડમાં રબર પીચીંગ કરવામાં આવ્યું હતું તેમાં રેતી અને સિમેન્ટનો માલ બનાવીને વાપરવામાં આવ્યો હતો તે માલ હાથથી ઉખડી રહ્યો છે અને પેહલા જ વરસાદમાં રબબર પીચીંગ ધોવાઈને બેસી ગયું છે અને હલકી કક્ષાની કામગીરી કરવામાં આવતા હાલ પોલ ખુલી છે જયારે કાર્યપાલ ઈજનેર એચ.સી.વસાવા રિટાયડ થતા પેહલા કામગીરીનું નિરીક્ષણ કર્યા વગર જ પુલનું ફાઇનલ બિલ પાસ કરી દીધું છે જયારે એપ્રોચની બાજુમાં આવેલ માટીનો ઢગલો ના હટાવતા હાલ માટી રોડ ઉપર ધસરાઈ આવે છે જેના કારણે વાહનચાલકો પરેશાન થઇ રહ્યાં છે છોટાઉદેપુર જિલ્લામાં પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા થયેલા કામોનું ક્વોલિટી કંટ્રોલ દ્વારા તપાસ કરવા માટે આવતી ટિમો સાઠગાંઠ વળી જગ્યા ઉપર જ જાય છે અને હલકી કક્ષાના કામો થયેલા હોય તે જગ્યા ઉપર ચકાસણી માટે જતી નથી જેના કારણે વરસાદ પડે ત્યાર્રે આવા કામોની ગુણવતા બહાર આવે છે સરકાર અને જિલ્લા વિકાસ અધિકારી સાચી દિશામાં તપાસ કરાવે તે જરૂરી બન્યું છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


