Delhi

મણિપુરમાં ૧૦૦૦ના ટોળાએ આગચંપીનો પ્રયાસ અને સુરક્ષા દળો પર હુમલો કર્યો

નવીદિલ્હી
મણિપુરમાં હજુ સંપૂર્ણ રીતે શાંતિ સ્થપાઈ નથી. અહીં સતત હિંસા થઈ રહી છે. ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત બાદ થોડા દિવસો સુધી સંપૂર્ણ શાંતિ પાછી આવી હતી. વસ્તુઓ પાછી પાટા પર આવી ગઈ હતી, પરંતુ આ પછી તોફાનીઓ ફરી એકટિવ મોડ પર આવી ગયા છે. આર્મી, એએસઆર રાઇફલ્સ, રેપિડ એક્શન ફોર્સ અને રાજ્ય પોલીસના સંયુક્ત દળોએ રાજધાનીના પૂર્વ જિલ્લામાં મધરાત સુધી ફ્લેગ માર્ચ કરી હતી. કવાથા અને કાંગવાઈ વિસ્તારમાં હથિયારોની આપ-લે થઈ હતી. સવાર સુધી ગોળીબાર ચાલુ રહ્યો હતો. મણિપુરમાં મોડી સાંજથી ફરીથી આગચંપી અને હિંસાના સમાચાર આવ્યા છે. સેના અને પોલીસના સૂત્રોએ જણાવ્યું કે વહેલી સવાર સુધી ગોળીબારના અવાજાે સંભળાતા હતા. સુરક્ષા જવાનો મધરાત સુધી ફ્લેગ માર્ચ કરતા રહ્યા. હોસ્પિટલ નજીક મહેલના કમ્પાઉન્ડમાં આગચંપીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શુક્રવારે સાંજે લગભગ ૧૦૦૦ લોકોના ટોળાએ એકત્ર થઈ આગચંપી અને તોડફોડ કરી હતી. ઇછહ્લએ ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ અને રબર બુલેટ છોડ્યા હતા. જેમાં બે નાગરિકો ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ મણિપુર યુનિવર્સિટી પાસે ભીડ એકઠી થઈ ગઈ હતી. લગભગ ૧૦.૩૦ વાગ્યાની આસપાસ, ૨૦૦-૩૦૦ લોકો થોંગજુ પાસે ભેગા થયા અને સ્થાનિક ધારાસભ્યના નિવાસસ્થાનમાં તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો. રેપિડ એક્શન ફોર્સની એક ટુકડીએ ભીડને વિખેરી નાખી. સેનાના એક સૂત્રના જણાવ્યા અનુસાર ૨૦૦-૩૦૦ના ટોળાએ મધ્યરાત્રિ પછી સિંજેમાઈમાં બીજેપી કાર્યાલયને ઘેરી લીધું હતું. ઇમ્ફાલ પશ્ચિમમાં બીજેપી પ્રદેશ અધ્યક્ષ અધિકારમયુમ શારદા દેવીના ઘરને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. આના એક દિવસ પહેલા ૧૨૦૦ લોકોના ટોળાએ કેન્દ્રીય મંત્રી આરકે રંજન સિંહના ઘર પર પેટ્રોલ બોમ્બથી હુમલો કર્યો હતો. તેના ઘરના ગ્રાઉન્ડ અને પહેલા માળે આગ લાગી હતી. કેન્દ્ર સરકાર બંને પક્ષો વચ્ચે શાંતિ સ્થાપવાનો પ્રયાસ કરી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે પણ ઘણા મોટા ર્નિણયો લીધા છે. તેમની વિનંતી પર લોકોએ આત્મસમર્પણ પણ કર્યું હતું. પરંતુ હિંસા વારંવાર થઈ રહી છે.

File-01-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *