ઊનાના મોઠા ગામમાં છેલ્લા ઘણા દિવસોથી મોબાઇલમાં જીયો કંપનીનું નેટવર્ક આવતુ ન હોવાથી લોકોને ઇમરજન્સી જરૂરીયાત
સમયે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામમાં જીયો કંપનીના વધુ ગ્રાહકો હોવા છતાં ગ્રામ્ય વિસ્તારોમાં અવાર નવાર
નેટવર્કના ધાંધીયાથી ગામ લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. આ બાબતે કંપનીના ગ્રાહક સેવામાં પણ જાણ કરવા છતાં આજ સુધી
નેટવર્કની સમસ્યા હલ થઇ નથી. જ્યારે પણ ગ્રામજનોને ઇમરજન્સી સમયે ફોન કરતી વખતે નેટવર્ક ગાયબ થઇ જાય છે તો
ઇન્ટરનેટ તેમજ ચાલુ ફોનમાં વાત કરતી વખતે નેટવર્ક ચાલ્યો જતા વાતચીત થતી બંધ થઇ જાય છે. આમ છેલ્લા ત્રણ દિવસથી આ
ધાંધીયા જોવા મળી રહ્યા છે. આવીજ રીતે મહીનામાં ત્રણ ચાર વખત આવી સમસ્યા રહેતી હોય છે. આથી જીયો કંપની દ્રારા
તાત્કાલીક નેટવર્કની સમસ્યા દૂર કરવા ગ્રામજનોની માંગણી ઉઠવા પામેલ છે.ક
