Gujarat

નવસારીમાં એક જ રાતમાં ૧૧ ઈંચ વરસાદ ખાબક્યો

નવસારી
હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યાં નવસારીમાં એક જ રાતમાં ૧૧ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે વહીવટી તંત્રની બેઠક શરૂ. તો નવસારીમાં ભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારના ૧૫૩ માર્ગો અને સ્ટેટ હાઇવેના ૨ માર્ગો બંધ કરવામાં આવ્યા છે. તો ભારે વરસાદના ૧૬૦ અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પૂર્ણા નદી ૨૪ ફૂટે છે. જે હાલમાં ભયજનક સપાટીથી ૧ ફૂટ ઉપર છે. ચીખલીની કાવેરી નદી ભયજનક ૧૯ ફુટ છે. જાે કે હાલમાં નવાસારી જિલ્લાના ઉપરવાસમાં વરસાદે વિરામ લેતા તંત્રને રાહત મળી છે. તો બીજી તરફ સુરત નવસારી રોડ પર વરસાદી પાણી ભરાતા એક સાઇડનો રોડ બંધ કરવામાં આવ્યો છે. અને ૩ કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયા હોવાનું સામે આવી રહ્યુ છે.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *