પાકિસ્તાન
પાકિસ્તાનને નવા વડાપ્રધાન મળ્યા છે. અનવર ઉલ હકે કાર્યકારી વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. પાકિસ્તાનમાં મોંઘવારી(ૈંહકઙ્મટ્ઠંર્ૈહ ૈહ ઁટ્ઠૌજંટ્ઠહ) અટકવાનું નામ નથી લઈ રહી. લોટ, કઠોળ, ખાંડ, ચોખા અને લીલા શાકભાજીની સાથે તમામ ખાદ્ય ચીજવસ્તુઓ મોંઘી થઈ છે. મોંઘવારીની હાલત એવી છે કે પાકિસ્તાનમાં સામાન્ય જનતાને મુશ્કેલી પડી રહી છે. રિટેલ મોંઘવારી સાતમા આસમાને પહોંચી છે. જુલાઈ મહિનામાં સીપીઆઈ ફુગાવો ૨૮.૩% નોંધાયો હતો. ગયા મહિને જૂનમાં તે ૨૯.૪% હતો. તમામ ખાદ્ય ચીજવસ્તુઓ મોંઘી છે. અત્યારે પાકિસ્તાનમાં એક કિલો ખાંડની કિંમત ૨૦૦ રૂપિયા છે. તેવી જ રીતે લોટ પણ મોંઘો થયો છે. ૨૦ કિલો લોટનું પેકેટ ૪૦૦૦ રૂપિયામાં આવી રહ્યું છે. ઘણા રાજ્યોમાં લોટની અછત પણ છે. ગત મે મહિનાની વાત કરીએ તો પાકિસ્તાનમાં મોંઘવારી દર ૫૫ વર્ષમાં સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયો હતો. ફુગાવાના આ આંકડા પાકિસ્તાની એકાઉન્ટ કમિટીએ જાહેર કર્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાનમાં ખાવા-પીવાની વસ્તુઓ ૫ ગણી વધારે કિંમતે વેચવામાં આવી રહી છે. બલૂચિસ્તાન પ્રાંતમાં મોંઘવારી લોકોને વધારે રડાવી રહી છે. અહીંના તમામ જિલ્લામાં મોંઘવારી રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. ૧૩૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી ખાંડ ૨૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. સહાબતપુરમાં ૨૦ કિલો લોટની કિંમત વધીને ૪,૦૦૦ પાકિસ્તાની રૂપિયા થઈ છે. જ્યારે ભારતમાં ૨૦ કિલો લોટની કિંમત ૭૦૦ રૂપિયાની આસપાસ છે. એટલે કે પાકિસ્તાનમાં લોટ ભારત કરતા ૫ ગણો મોંઘો થઈ ગયો છે. તેવી જ રીતે ડુંગળી, બટાકા, ટામેટા, ઘી અને તેલ પણ મોંઘા થયા છે. એવા સમાચાર છે કે, પાકિસ્તાનમાં અનવર-ઉલ-હકે શપથ લીધાની સાથે જ પેટ્રોલ-ડીઝલ ફરી એકવાર મોંઘું થયું છે. પાકિસ્તાનમાં આજથી એટલે કે, ૧૬ ઓગસ્ટથી પેટ્રોલ અને ડીઝલના નવા દરો લાગુ થયા છે. પાકિસ્તાન સરકારે પેટ્રોલના ભાવમાં ૧૭.૫૦ રૂપિયા પ્રતિ લીટર અને હાઈ સ્પીડ ડીઝલના ભાવમાં ૨૦ રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. હવે પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત ૨૯૦.૪૫ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત ૨૯૩ રૂપિયા પ્રતિ લીટર થઈ છે.
