Gujarat

રાજકોટમાં દારૂ પીધેલી હાલતમાં ઁજીૈંએ સાયકલ લઈને જતી કિશોરીને અડફેટે લીધી

રાજકોટ
રાજકોટમાં પોલીસકર્મીએ જ દારૂ પીધેલી હાલતમાં અકસ્માત સર્જ્‌યાની ઘટના સામે આવી છે. જેમાં એક સાયકલ લઈને જતી કિશોરીને આ ઁજીૈંએ અડફેટે લીધી હતી. યુનિવર્સિટી પોલીસે આ ઁજીૈંની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે પોલીસકર્મી લક્ષ્મીનારાયણ વ્યાસ ભુજ પોલીસમાં વાયરલેસ વિભાગમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે. સમગ્ર ઘટનાની વાત કરતા ભોગ બનનાર કિશોરીના ભાઈ અદિત ચૌહાણ જણાવે છે કે તેઓ અકસ્માત સ્થળની પહેલા દ્વારકાધીશ હોટેલ પાસે તેના મિત્રો સાથે બેઠા હતા ત્યારે જ આ કાર ત્યાંથી નીકળી હતી અને જે રીતે આ કાર ચાલી રહી હતી તે જાેઈને લાગતું જ હતું કે આ આગળ જતા કોઈને અડફેટે લેશે. ત્યારબાદ થોડીવારમાં તેની ૧૭ વર્ષીય બહેનનો ફોન આવ્યો કે તેને એક કાર ચાલકે અડફેટે લીધી છે. જેથી અદિત અને તેના મિત્રો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. જાે કે તેની બહેનને સદનસીબે કોઈ ગંભીર ઇજા નહોતી પહોંચી. માત્ર કોણીના ભાગે સામાન્ય ઇજા પહોંચી હતી. પરંતુ સવાલ એ થાય છે કે જાે ભોગ બનનાર દીકરીને ગંભીર ઇજા પહોંચી હોત અથવા આ કાર ચાલક પોલીસકર્મીએ અન્ય લોકોને અડફેટે લીધા હોત તો? પીએસઆઇએ અકસ્માત સર્જીને ત્યાંથી ભાગવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાં હાજર લોકોએ તેને ભાગવા નહોતા દીધા અને મેથીપાક પણ ચખાડયો હતો. બાદમાં તેણે પોતે પીએસઆઈ હોવાનો રૌફ પણ જમાવવાની કોશિશ કરી હતી. ત્યાં સુધીમાં યુનિવર્સિટી પોલીસ પહોચી જતા પોલીસે તેમને અટકાયતમાં લીધા હતા અને યુનિવર્સીટી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જાે કે હાજર લોકોના જણાવ્યા મુજબ યુનિવર્સિટી પોલીસ તાત્કાલિક પહોંચી હતી અને ત્વરિત કાર્યવાહી કરી હતી. ફરિયાદીની માગ છે કે પોલીસકર્મી વિરૃદ્ધ સસ્પેન્શન સુધીના પગલાં લેવાવા જાેઇએ. જાેવાનું રહેશે કે આ પોલીસકર્મી વિરૃદ્ધ કયા પ્રકારની કાર્યવાહી થાય છે.

Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *