Gujarat

રાણપુરમાં મનુભાઈ શેઠ સ્કુલમાં ઓથ શેરીમની નો કાર્યક્રમ યોજાયો….

બોટાદ જીલ્લાના રાણપુર ખાતે આવેલ શ્રી રાણપુર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત મનુભાઈ.એ.શેઠ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ માં “ઓથ શેરીમની” નો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો જેમાં અલગ અલગ એમ ચાર કલરના ગ્રુપ બનાવવામાં આવ્યા અને શાળાના વિદ્યાર્થીઓમાંથી હેડ બોય હેડ ગર્લ અને કેપ્ટન ની વરણી કરવામાં આવી આ વરણી કરતાં સમયે રાણપુર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ મુકુંદભાઈ એલ વઢવાણા હાજર રહ્યા હતા જેમના હસ્તે વિદ્યાર્થીઓને બેચ પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને સાથે ટ્રસ્ટના સભ્ય નરેન્દ્રભાઇ દવે , વામનભાઇ સોલંકી અને અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા અને એમણે પણ વિદ્યાર્થીઓને બેચ પહેરાવીને સન્માનિત કર્યા હતા અને સાથે દરેક વિદ્યાર્થીઓને શપથવિધિ કાર્યક્રમ કર્યો હતો બધા વિદ્યાર્થીઓને શપથ લેવડાવ્યા હતા બધાની હાજરીમાં આમ આ કાર્યક્રમ ખૂબ જ સરસ રહ્યો હતો આવી એક્ટિવિટી રાણપુર ખાતે પ્રથમ વાર થઈ છે જે રાણપુર માટે ખૂબ જ ગર્વની બાબત છે આ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના પ્રિન્સિપાલ તથા સ્ટાફ એ ખૂબજ મહેનત કરી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20230624-WA0051.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *