Delhi

વિદેશ મંત્રીએ લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં લોકો ભારત છોડીને અન્ય દેશોમાં સ્થાયી થયા હોવાનું જણાવ્યું

નવીદિલ્હી
દર વર્ષે લાખો ભારતીયો દેશ છોડીને જતા રહે છે. ૨૦૧૧ થી ૨૦૧૩ જૂન સુધીમાં ૧૭ લાખથી વધુ લોકો ભારત દેશ છોડીને અન્ય દેશોમાં સ્થાયી થયા છે. આ જાણકારી વિદેશ મંત્રી એસ જયશંકરે લોકસભામાં આપી છે. એક પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રી એસ જયશંકરે સંસદમાં જણાવ્યું કે વર્ષ ૨૦૧૧થી જૂન ૨૦૨૩ સુધીમાં ૧૭.૫૦ લાખ લોકોએ દેશ છોડી દીધો. છેલ્લા ૧૩.૫ વર્ષમાં સરેરાશ ૧.૩૦ લાખ લોકો દર વર્ષે દેશ છોડી રહ્યા છે. વર્ષ ૨૦૨૨માં જ ૨.૨૫ લાખ લોકોએ દેશ છોડી દીધો હતો. આ વર્ષે જૂન સુધીમાં ૮૭ હજાર લોકોએ દેશ છોડી દીધો છે. જાે ઝડપ આવી જ રહી તો આ વર્ષે પણ લગભગ ૧.૭૫ લાખ લોકો દેશ છોડી શકે છે. દેશ છોડીને જતા અમીરોની સંખ્યા ઓછી નથી. અત્યંત શ્રીમંત એટલે કે ઉચ્ચ નેટવર્થ વ્યક્તિઓ (ૐદ્ગૈંજ), જેની સંખ્યા વર્ષ ૨૦૨૧માં ૩.૪૭ હતી. આ એવા લોકો છે જેમની કિંમત ૧૦ લાખ ડૉલર છે.આ સ્થિતિ દેશ માટે બ્રેઈન અને મની ડ્રેઇન જેવી છે. લોકો સારા જીવન, વ્યવસાયિક વાતાવરણ વગેરેને ધ્યાનમાં રાખીને અન્ય સ્થળોએ જઈ રહ્યા છે. જાે કે ભારત છોડનારાઓએ ૧૩૫ દેશોની નાગરિકતા લીધી છે, પરંતુ તેમાંથી મોટાભાગના અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે, ઇટાલી, નેધરલેન્ડ, સિંગાપોર, જર્મની જેવા દેશોમાં સ્થાયી થયા છે. પશ્ચિમી દેશોએ રોકાણના બદલામાં નાગરિકતા આપવાનું શરૂ કર્યું છે. તેની પ્રક્રિયા સરળ થઈ ગઈ છે. અમેરિકામાં પાંચ-છ વર્ષમાં ઓછામાં ઓછા આઠ લાખ ડોલરનું રોકાણ અને ૧૦ અમેરિકન નાગરિકોને રોજગારીની શરતે લાંબા ગાળાના વિઝા સરળતાથી મળી રહ્યા છે. નાગરિકતાની સુવિધા પણ પાંચ વર્ષ પછી મળે છે.

File-01-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *