સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલાના મહુવા રોડ ખાતે આવેલ રઘુવીર મોબાઈલ શોપ પર એક ગ્રાહક મોબાઈલ ખરીદી કરવા માટે આવતા ગ્રાહક દ્વારા મોબાઈલ પસંદ કરીને પૈસા ચુકવવાનો સમયે કાઢ્યો રૂપિયા એક, બે અને પાંચના સિક્કાનો મોટો થેલો કાઢી ૨૦ હજારની પરચુરણ દ્વારા ચુકવણી કરવામાં આવી હતી આ સિક્કાઓ બેકાર નહી પણ નોટ જેટલા જ ઉપયોગી છે.
આજકાલ લોકોને ૧, ૨ અને ૫ રૂપિયાના સિક્કા રાખવામાં શરમ આવે છે અને ૧, ૨ રૂપિયાના સિક્કા તો જાણે ગાયબ જ થઈ ગયાછે મોટી મોટી નોટો રાખવામાં લોકો ગર્વ અનુભવે છે પણ હાલ સાવરકુંડલાના રઘુવીર મોબાઈલ ખાતે એક એવો કિસ્સો સામે આવ્યોછે જ્યાં ૧, ૨, અને ૫ ના રૂપિયાના સિક્કા રાખી એક વ્યક્તિએ કમાલ કરી બતાવ્યો વિચારવાની વાત એ છે કે આજકાલ કોઈ પણ વ્યક્તિ પરચુરણ દ્વારા કેટલો અને શું સામાન ખરીદી શકે છે પણ આજે વીસ હજાર રૂપિયાનો મોબાઈલ ગ્રાહક દ્વારા ખરીદી કરવામાં આવ્યો હતો બજારમાં કયાંય એક, બે-પાંચના ચલણી સિકકા જોવા જ મળતા નથી સાવરકુંડલા શહેરમાં અને તાલુકામાં પરચૂરણ ચલણી સિકકા ૧, ૨ અને ૫ ના દર્શન દુર્લભ થઇ ગયા હોય તેવી પરિસ્થિતિ જન્મી છે ઉંચા વટાવે જ મળતાં પરચૂરણ સિકકાઓ વેપારીઓ લેતા હોય છે. રૂપીયા એક બેની કિંમતના સિક્કાને ઓગાળી તેમાંથી મળતી ધાતુ કે તેમાથી બનતા ઘરેણાની કિંમત વધુ આવતી હોય સિક્કા ઓગાળી ધાતુ મેળવવાની પ્રવૃત્તિ પણ થતી હોય છે એમ અમિતગીરી ગોસ્વામીની એક યાદીમાં જણાવાયું હતું.


