Gujarat

સાવરકુંડલા શહેરમાં નદી બઝાર અને સતત ટ્રાફિકથી ધમધમતા મેઈન બઝારના ક્રોસિંગ પાસે મેઈન બઝારના પ્રવેશ દ્વાર પાસે થોડોક વરસાદ થતાં પાણી ભરાઈ જાય છે. તંત્ર દ્વારા આ સમસ્યાનો કોઈ હલ નીકળે તો ચોમાસા દરમ્યાન આ વિસ્તારના વેપારીઓ ગ્રાહકો અને રાહદારીઓને રાહત મળે. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
નદી બઝાર અને સતત ટ્રાફિકથી ધમધમતા મેઈન બઝાર વચ્ચેના ક્રોસિંગ પાસે મેઈન બઝારથી નદી બઝાર તરફ જતા રોડ પર થોડોક પણ વરસાદ થાય એટલે પાણી ભરાઈ ગયા સમજો. આમ તો થોડા સમય પહેલાં આ નદી બઝારના આ ક્રોસિંગ રસ્તાને ચોમાસાના પાણી સામે પાર વહી જાય એવો ઢાળ આપવામાં આવેલ. પરંતુ ફરીથી તંત્ર દ્વારા જ્યારે ડામર પાથરી રસ્તાને નવસાધ્ય બનાવવામાં આવ્યો ત્યારે નદી બઝાર અને મેઈન બઝારનું આ ક્રોસિંગનું લેવલીંગ પાણી સામે પાર સરળતાથી વહી જાય તેવો ઢાળ ન હોય આ વિસ્તારના વેપારીઓને ચોમાસા દરમિયાન હાલાકીનો સામનો કરવો પડશે. આ રસ્તા પાસેથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકોને પણ આ રસ્તો ક્રોસ કરવામાં ચોમાસા દરમ્યાન ભારે હાલાકી ભોગવવી પડશે. તંત્ર દ્વારા આ સમસ્યાનું નિરાકરણ યોગ્ય કાર્યવાહી કરી કરવામાં આવે તો આ વિસ્તારના વેપારીઓ, ગ્રાહકો, રાહદારીઓ અને વાહનચાલકોને રાહત થાય..

20230616_114935.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *