ફુવારા પદ્ધતિથી મોલને બચાવવા ખેડૂતો દ્વારા કરાયો પ્રયાસ
વંથલી
હાલ ચોમાસા ની સિઝનમાં મેઘ રાજાએ અત્ર તત્ર સર્વત્ર મેઘ મહેર કરી દીધેલ હતી.ચોમાસા સમય દરમિયાન ભારે વરસાદના કારણે પાક નિષ્ફળ જવો, જમીન નું ધોવાણ થવું સહિતની અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહેલ જગત નો તાત છેલ્લા ઘણા સમય થી વરસાદ ખેચાતા ફરી એક વખત સંકટમાં મુકાયો છે.ખેડૂતો દ્વારા હાલ શરીફ પાક કે જેમાં માંડવી,સોયાબીન, કપાસ જેવા પાકનું વાવેતર કર્યું છે.આ પાકને જીવંત રાખવા પિયત જરૂરી બન્યું છે.ત્યારે જગત ના તાતે ફુવારા પદ્ધતિ અપનાવી પાકને બચાવવા પ્રયાસ હાથ ધર્યો છે.
વંથલી તાલુકા નાં ખેડૂતો સાથે અમારા પ્રતિનિધિ એ વાત કરતા ખેડૂતો પોતાની આપવીતી વ્યક્ત કરતાં રડી પડ્યા હતા.રડતી આંખે ખેડૂતોએ સરકાર પાસે દયાભાવ રાખી પૂરતો વીજ પ્રવાહ આપવા અને નિષ્ફળ પાકના સર્વે મુજબ તાત્કાલિક વળતર ચૂકવવા સહિતની માંગણીઓ કરી હતી.
રીપોર્ટ: રમેશ સિંગલ વંથલી