Gujarat

સુરતમાં લગ્નના ૨૦ વર્ષ બાદ દંપતીને સંતાન ન થતા બાળકનું અપહરણ કર્યું

સુરત
સુરતની સ્મીમેર હોસ્પિટલમાં એક ગર્ભવતી મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. બાળકનો જન્મ થતા પરિવારમાં ખુશીની લહેર હતી. બીજી તરફ મહિલાનો અન્ય ૪ વર્ષીય પુત્ર પરિવારજનો સાથે હોસ્પિટલ આવ્યો હતો આ દરમ્યાન આ ૪ વર્ષીય પુત્રનું અજાણી મહિલા હોસ્પિટલમાંથી અપહરણ કરીને ફરાર થઇ ગયી હતી.એક તરફ પુત્રનો જન્મ અને બીજી તરફ બીજા પુત્રનું અપહરણ થઇ જતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. પરિવારે બનાવની જાણ પોલીસને કરતા વરાછા પોલીસ અને ક્રાઈમ બ્રાંચની ટીમે ઝીણવટભરી તપાસ હાથ ધરી એક દંપતીની ધરપકડ કરી છે. લગ્નના ૨૦ વર્ષ બાદ દંપતીને સંતાન ન થતા બાળકનું અપહરણ કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.મળતી માહિતી મુજબ સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી મહિલા ગર્ભવતી હોય પ્રસુતિની પીડા ઉપડતા સ્મીમેર હોસ્પિટલ ખાતે ગાયનોકોલોજી વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી દરમ્યાન મહિલાએ એક પુત્રને જન્મ આપ્યો હતો. પરિવારમાં પુત્રનો જન્મ થતા ખુશીની લહેર જાેવા મળી હતી.આ દરમ્યાન મહિલાની ખબર અંતર પૂછવા અન્ય સબંધી સાથે મહિલાનો ૪ વર્ષીય પુત્ર પણ આવ્યો હતો આ દરમ્યાન સાંજના સમયે ૪ વર્ષીય પુત્ર વોર્ડ પાસે રમી રહ્યો હતો તે દરમ્યાન તે ગુમ થઇ ગયો હતો. પુત્ર ગુમ થતા પરિવારે ભારે શોધખોળ હાથ ધરી હતી તેમ છતાં તેનો કોઈ પતો ન લાગતા પરિવારે સિક્યુરીટીને જાણ કરીને ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા .જેમાં એક અજાણી મહિલા તેમના ૪ વર્ષીય પુત્રને સાડીમાં ઢાંકીને હોસ્પિટલની બહાર લઇ જતી દેખાય હતી અને બાદમાં હોસ્પિટલની બહાર રીક્ષામાં બેસીને ફરાર થઇ જતી દેખાય હતી. હોસ્પિટલમાંથી પુત્રનું અપહરણ થતા પરિવારે તાત્કાલિક બનાવની જાણ પોલીસને કરી હતી જેથી વરાછા પોલિસ અને ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ તપાસમાં જાેડાયો હતોમામલો ગંભીર હોય વરાછા પોલીસ અને ક્રાઈમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી જેમાં પોલીસે હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ તપાસતા મહિલા ૪ વર્ષીય બાળકને લઈને રીક્ષામાં બેસતી દેખાઈ હતી આ દરમ્યાન સીસીટીવી ફૂટેજ તપાસતા મહિલાએ આગળ જતા ઓટો રીક્ષા બદલી હતી જેથી પોલીસે તે રીક્ષાનો નબર પણ શોધી રીક્ષા ચાલકનો સંર્પક સાધ્યો હતો.આ દરમ્યાન મહિલા પુણા બોમ્બે માર્કેડ રોડ રેણુકા ભવન બ્રીજ પાસે ઉતરી હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસની અલગ અલગ ટીમે આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા જેમાં મહિલા બાળકને લઈને આઈ માતા રોડ તરફ ચાલતી ચાલતી વિજય નગર સોસાયટી તરફ જતી દેખાઈ હતી અને તેનાથી આગળના સીસીટીવી ફૂટેજમાં મહિલાની કોઈ ભાળ નહી મળતા મહિલા બાળક સાથે આ જ વિસ્તારમાં હોવાની પોલીસને શંકા જાગી હતીજેથી પોલીસની ટીમે આ વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજ ઝીણવટભરી રીતે તપસ્યા હતા દરમ્યાન એક સીસીટીવી ફૂટેજમાં એક મકાનમાં મહિલા બાળકને લઈને જતી દેખાય હતી જેથી પોલીસની ટીમે આ મકાનમાં તપાસ કરતા અંદર બીજી ૧૫ જેટલી નાની નાની ૧૦ બાય ૧૦ ની ખોલીઓ હતી જેથી પોલીસે કુનેહપૂર્વક ત્યાં ઊંડાણ પૂર્વક તપાસ કરતા એક દંપતી પાસે બાળક હેમખેમ મળી આવ્યું હતુંઆ ઘટનામાં પોલીસે આરોપી શંકરભાઈ ભવરલાલ પ્રજાપતિ (ઉ.૪૮) અને તેની પત્ની સીમાબેન (ઉ.૪૫) ની ધરપકડ કરીને કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તેઓના લગ્નને વીસેક વર્ષ થયા હોવા છતાં તેઓને કોઈ સંતાન થયું ન હતું જેથી તેઓએ સ્મીમેર હોસ્પિટલ જઈને આ બાળકનું અપહરણ કરીને તેને ઉછેર કરવાના ઈરાદે પોતાની સાથે ઘરે લઇ આવ્યા હતા.આ ઉપરાંત પોલીસે તેઓના મોબાઈલ ફોન ચેક કરતા તેમાં બાળકના સ્વાગત કરતા ફોટો તેમજ કંકુ પગલા પાડલા ફોટો પણ મળી આવ્યા હતા અને બાળકના પગમાંથી કંકુના નિશાન પણ મળી આવ્યા હતા. વરાછા પોલીસ મથકના પીઆઈ એ.એન ગાબાણીએ જણાવ્યું હતું કે માર્ચ મહિનામાં આરોપી મહિલાને પેટમાં કોઈ તકલીફ જણાતા તે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ગઇ હતી. દરમ્યાન દંપતીએ અહી પ્રસુતિ વોર્ડ પાસે નાના બાળકોને રમતા જાેઇને અપહરણનો પ્લાન બનાવ્યો હતો.જ્યારે બાદમાં આ ૪ વર્ષીય બાળકનું અપરહણ કર્યું હતું. દંપતીને લગ્નને વીસેક વર્ષ થયા છે અને લગ્નગાળા દરમ્યાન તેઓને કોઈ સંતાન ન હોવાથી સંતાન પ્રાપ્તિ માટે તેઓએ બાળકનું અપરહણ કર્યું હતું. મહિલાનો પતિ કાપડની દુકાનમાં કામ કરે છે. આ મામલે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Page-36.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *