Gujarat

લીલીયા મોટા માં ચેકરીટર્ન કેસ માં અદાલતે ક૨ેલ છ માસની સજા તથા ચેકની રકમ જેટલો દંડ અને વળતર ચુકવવા કરાયો આદેશ

લીલીયા મોટા ક્રિષ્ના શરાફી અને કન્ઝ્યુમર્સ સહકારી મંડળીમાંથી ધીરાણ મેળવી હપ્તા નહીં ભરતા બાકીદાર (૧) રધુભાઈ સુખાભાઈ કસોટીયા રે. ભોરીંગડા તા. લીલીયા વાળા નો ચેક રૂા. ૧,૦૪,૩૮૦– નો ધીરાણની રકમ તથા તે પર વ્યાજ ગણી આપેલ ચેક રીટર્ન થતા લીલીયા ક્રિષ્ના શરાફી અને કન્ઝયુમર્સસહકારી મંડળી ચેરમેનશ્રી હાર્દિક જે દવે એ આ બાકી દાર સામે મંડળીના લીગલ એડવાઇઝર  કિશોરભાઈ પાઠક મારફત લીલીયા કોર્ટમા ફોજદારી ફરીયાદ કેસ ન ૮૨૨/૨૦૨૨નો દાખલ કરેલ છે અનેકેસ ચાલીજતાનામદાર અદાલત દ્વારા રઘુભાઈ સુખાભાઈ કસોટીયા રહે. ભોરીંગડા તા. લીલીયાતા.ને (૬ માસ)ની સજા કરવામા આવેલ અને ચેકની રકમ ૧,૦૪,૩૮૦/તથા તે પરનુ વ્યાજ સંસ્થાને વળતર ચુકવવા આદેશ કરેલ. તેમજ તેટલીજ રકમનો દંડ નામદાર કોર્ટમા ભરવો અને દંડ ન ભરે તો વધુ એકમાસ ની સજા ભોગગવા લીલીયાના પ્રિનસીપાલ સિવલ જજ અને જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ સાહેબે હુકમ કરેલ છે. આમ આ હુકમ થતા મંડળીના બાકીદારોમા ફફડાટ વ્યાપી ગયેલ છે
સદર કામના આરોપી હાલ ફરાર હોય જેથી આરોપીનુ સજા વોરન્ટ એસ. પી. અમરેલી ને મોકલી આપી સત્વરે ધરપકડ કરી જેલમા બેસાડવાનો હુકમ કરેલછે.
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230707-WA0069.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *