Delhi

G-20 સમિટમાં ૨૦થી વધુ દેશોના વડાઓ બે દિવસ દિલ્હીમાં હાજર રહેશે

નવીદિલ્હી
દેશની રાજધાની દિલ્હીમાં ય્-૨૦ સમિટ (ય્૨૦ જીેદ્બદ્બૈં) યોજાવા જઈ રહી છે. ૯ અને ૧૦ સપ્ટેમ્બરે બે ડઝનથી વધુ દેશોના વડાઓ દિલ્હીમાં હશે અને ઘણા મુદ્દાઓ પર ચર્ચા થશે. દિલ્હીમાં આ માટે જાેરશોરથી તૈયારીઓ ચાલી રહી છે, કેન્દ્રથી લઈને રાજ્ય સરકાર સુધી તમામનું ધ્યાન તેના પર છે. જી-૨૦ની આ બેઠક દિલ્હીમાં યોજાઈ રહી છે, ત્યારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ક્યાં હશે, તે પણ ચર્ચાનો વિષય છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર રાહુલ ગાંધી સપ્ટેમ્બરમાં યુરોપની મુલાકાત લઈ શકે છે. અહીં રાહુલ ગાંધી પેરિસમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધિત કરવા ઉપરાંત બેલ્જિયમમાં યુરોપિયન કમિશનના સભ્યોને મળશે. આ સાથે તેઓ ઓસ્લોમાં ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધિત કરી શકે છે. રાહુલ ગાંધીનો આ યુરોપ પ્રવાસ એ જ સમયે થશે, જ્યારે દિલ્હીમાં ય્-૨૦ સમિટ યોજાઈ રહી છે. રિપોર્ટ અનુસાર, રાહુલ ગાંધી સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં પાંચ દિવસના યુરોપ પ્રવાસ પર રવાના થશે. ૭ સપ્ટેમ્બરે બ્રસેલ્સમાં યુરોપિયન યુનિયનના સભ્યોની બેઠક યોજાવાની છે, જેમાં રાહુલ ગાંધી ભાગ લેશે. આ પછી ૮ સપ્ટેમ્બરે તેઓ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધિત કરશે, રાહુલ ગાંધી ૯ સપ્ટેમ્બરે પેરિસમાં ફ્રાન્સના લેબર યુનિયનની બેઠકમાં પણ હાજરી આપશે. રાહુલ ગાંધી ૧૦ સપ્ટેમ્બરે નોર્વેમાં હશે. ભારત હાલમાં ય્-૨૦ની અધ્યક્ષતા કરી રહ્યું છે, જે સમિટ સાથે સમાપ્ત થશે. ૯-૧૦ સપ્ટેમ્બરના રોજ, નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં સ્થિત ભારત મંડપમમાં વિશ્વભરના દિગ્ગજ લોકો એકઠા થશે. અમેરિકા, કેનેડા, ચીન, તુર્કી, યુકે સહિત લગભગ ૨૯ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો દિલ્હીમાં હશે, આવી સ્થિતિમાં અહીંની સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે સુધારી દેવામાં આવી છે. દિલ્હીના વિવિધ વિસ્તારોમાં ડેકોરેશનનું કામ પણ ચાલી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સરકારી કચેરીઓ માટે રજા જાહેર કરી છે, દિલ્હીમાં ૭ થી ૧૦ સપ્ટેમ્બર સુધી શાળાઓ અને કોલેજાે પણ બંધ રહેશે. આ સિવાય ટ્રાફિક ડાયવર્ઝન, મેટ્રોના સમય અને અન્ય તમામ પરિવહન સંબંધિત બાબતોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ૭ સપ્ટેમ્બરથી વિદેશી રાષ્ટ્રાધ્યક્ષો દિલ્હી આવવાનું શરૂ કરશે, આવી સ્થિતિમાં એરપોર્ટથી લઈને હોટલ સુધી દરેક જગ્યાએ જાેરદાર તૈયારીઓ ચાલી રહી છે.

Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *