Gujarat

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૫૭ તાલુકામાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક જાેરદાર વરસાદ

અમદાવાદ
દેશભરના કેટલાક રાજ્યોમાં અવિરત વરસાદને કારણે ભેજવાળી ગરમીમાંથી રાહત મળી છે. ક્યાંક ધીમીધારે વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક જાેરદાર વરસાદ પડી રહ્યો છે. તાપમાનમાં પણ ઘટાડો થયો છે. ત્યારે ગુજરાતમાં પણ વરસાદનો બીજાે રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૭ તાલુકામાં વરસાદ પડ્યો છે.
છેલ્લા ૨૪ કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો ઃ-
જૂનાગઢના ભેંસાણમાં ૪ ઈંચ વરસાદ,પાટણના સરસ્વતીમાં ૪ ઈંચ વરસાદ,પોરબંદર તાલુકામાં પોણા ચાર ઈંચ વરસાદ,મહેસાણાના વિજાપુરમાં પોણા ચાર ઈંચ વરસાદ,કચ્છના મુન્દ્રામાં સાડા ત્રણ ઈંચ વરસાદ,બનાસકાંઠાના લાખણીમાં સવા ત્રણ ઈંચ વરસાદ, કચ્છના અંજારમાં સવા ત્રણ ઈંચ વરસાદ,બનાસકાંઠાના પાલનપુરમાં ૩ ઈંચ વરસાદ, કચ્છના ભૂજમાં ત્રણ ઈંચ વરસાદ,અરવલ્લીના મેઘરજમાં પોણા ત્રણ ઈંચ વરસાદ,રાજકોટના જેતપુરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ,સુરતના ચોર્યાસીમાં અઢી ઈંચ વરસાદ,રાજકોટના ધોરાજીમાં અઢી ઈંચ વરસાદ,બનાસકાંઠાના દાંતામાં અઢી ઈંચ વરસાદ, જૂનાગઢના માણાવદરમાં સવા બે ઈંચ વરસાદ,બનાસકાંઠાના દિયોદરમાં સવા બે ઈંચ વરસાદ,કચ્છના નખત્રાણામાં સવા બે ઈંચ વરસાદ,મહેસાણાના ખેરાલૂમાં સવા બે ઈંચ વરસાદ,મહેસાણાના વડનગરમાં સવા બે ઈંચ વરસાદ,જૂનાગઢના વિસાવદરમાં બે ઈંચ વરસાદ,થરાદ, કાલાવડ, પાટણમાં બે બે ઈંચ વરસાદ,ખેડબ્રહ્મા, કોટડા સાંગાણીમાં પોણા બે ઈંચ વરસાદ,વડગામ, જામકંડોરણામાં પોણા બે ઈંચ વરસાદ,નેત્રંગ, ગોંડલ, ડીસામાં દોઢ દોઢ ઈંચ વરસાદ,ડીસા, પાલિતાણા, કપરાડામાં દોઢ દોઢ ઈંચ વરસાદ,કાકરેજ, અમીરગઢ, ભાભરમાં દોઢ ઈંચ વરસાદ,દાંતિવાડા, કડાણા, સુઈગામમાં સવા સવા ઈંચ વરસાદ,વડીયા, વલસાડ, ધોલેરા, સિનોરમાં સવા સવા ઈંચ વરસાદ,ઉમરગામ, વિરમગામ, વાગરા, મેંદરડામાં એક એક ઈંચ વરસાદ,ધાનેરા, લોધિકા, ઝઘડીયા, માંડવી, વાંકાનેરમાં એક એક ઈંચ વરસાદ પડ્યો છે.

File-02-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *