ભારતીય જનતા પાર્ટી મહુધા તાલુકા મંડળમાં પ્રમુખ તરીકે રમેશભાઈ સોઢા પરમાર, મહામંત્રી તરીકે અલ્પેશભાઈ અરવિંદભાઈ પટેલ (ખલી), મહામંત્રી તરીકે વિક્રમસિંહ ઉદેસિંહ રાઓલજીની નિમણૂક કરવામાં આવી.
મહુધા તાલુકા મંડળમાં પ્રમુખ, મહામંત્રી તથા ઉપપ્રમુખની વરણી થતાં મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા, મહુધા તાલુકા કારોબારી ચેરમેન જેતસિંહ ભાઈ પરમાર, મહુધા તાલુકા બક્ષીપંચ મોરચા પ્રમુખ સામંતસિંહ સોઢા સહિત મહુધા તાલુકાના સૌ હોદ્દેદારો તથા કાર્યકરો દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોને શુભકામનાઓ પાઠવી હતી.


