ઊના – ગીરગઢડા તાલુકાનું ૪ હજારની વસ્તી ધરાવતુ જુના ઉગલા ગામમાં છેલ્લા સાત દિવસથી વહીવટદારની બેદરકારી
ગ્રામજનોને દૂષિત પાણી વિતરણ થાય છે. અને આ પાણીના ઉપયોગથી ગ્રામજનોના આરોગ્ય પર પણ જોખમ હોવા છતા પણ તંત્ર
દ્રારા ધ્યાન અપાતુ ન હોવાની ફરીયાદ ઉઠવા પામેલ છે. ત્યારે ગ્રામજનોને શુધ્ધ પાણી મળે તેવી માંગણી ઉઠવા પામેલ છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ગીરગઢડા તાલુકાના જુના ઉગલા ગામને પાણી પુરૂ પાડતો એક ટાંકો અસ્તીત્વમાં હોય અને આ
પાણીના ટાંકામાં કાદવ કિચડને કારણે ટાંકામાં પાણી ઓછુ અને ગંદકી વધુ હોય તેમ ટાંકાની આસપાસ પણ મસમોટા ખાડા હોવાથી
વરસાદી પાણી પણ ટાંકાની આસપાસ ભરાતુ હોય છે. અને ત્યાં મૃત પશુ ઓનો મૃતદેહ પણ પડ્યા હોય છે. જ્યારે નિયમિત પણે
નર્મદાનું પાણી આ ગંદકીની ઉભરાતા ટાંકામાં ભરાય છે. અને આ પાણીનો ટાંકો ભરાયા બાદ આ ગંદકી ભર્યુ દૂષિત પાણી નજીકના
અન્ય એક ટાંકામાં પાણી સપ્લાય છે. ત્યાર બાદ ગામમાં પાણીનું વિતરણ થાય છે. અને છેલ્લા સાત દિવસથી આવુ દુષિત પાણી
લોકોના આંગણામાં જતુ હોય અને આ અંગેની વારંવાર ફરીયાદ કરવા છતાં પણ તંત્ર દ્રારા ધ્યાન અપાતુ ન હોવાની વાત ગ્રામજનો
માંથી જાણવા મળી રહી છે.
બીજી તરફ છેલ્લા બે વર્ષથી જુના ઉગલા ગામમાં ગ્રામપંચાયતમાં વહીવટદારનું શાસન હોય અને વહીવટદાર તરીકે કામ કરતા હોવા
છતાં પણ ગ્રામજનોની વેદના અને વ્યથા સાંભળતા નથી. જ્યારે ભુતકાળમાં પણ દૂષિત પાણીની સમસ્યા બાબતે ગ્રામજનો દ્રારા
તાલુકા વિકાસ અધિકારી ગીરગઢડાને ફરીયાદ કરવામાં આવતા તે પણ જુના ઉગલા ગામ દોડી ગયેલા અને વહીવટદારને એક વર્ષ
પહેલા સુચના આપવામાં આવેલ કે ટાંકાનસ આસપાસ જે પાણી ભરાય છે તે પાણીનો નિકાલ કરી ત્યા પુરણી કરી નાખો પરંતુ આ
મૈખિક સુચનાની અમલવારીને એક વર્ષનો સમય વિતવા છતાં પણ કશુ જ ન થયુ અને પરિસ્થિતી ઉલ્ટાની બગડી હોય તેમ
ગ્રામજનોને શુધ્ધ પાણી મેળવવા જ્યા ત્યાં ભટકવુ પડે છે. બીજી તરફ ઘરના વપરાશ મુજબની જરૂરીયાતનું પાણીનો ઉપયોગ તો
દુષિત પાણીનોજ કરવો પડે છે. જ્યારે પીવાના પાણી માટે દૂર દૂર સુધી ભરવા જવુ પડે છે. આમ આવુ દુષિત પાણી કેટલા દિવસ
આવશે તેવો સવાલ પણ ગ્રામજનોને મુંઝવી રહ્યો છે. જ્યારે છેલ્લા ઘણા દિવસોથી જુના ઉગલાના ગ્રામજનોને પાણીની સમસ્યાનો
સામનો કરી રહ્યા હોવા છતાં પણ તંત્ર આંખ આડા કાન ધરી રહ્યુ છે. કેમ મે તંત્ર વાત બધીજ સાંભળે છે નિહાળે પણ છે. પણ
સમયસર અમલવારી થતી નથી.
બોક્ષ્ –મને ખ્યાલ નથી તપાસ કરાવવી પડશે….વહીવટદાર….
આ બાબતે ગ્રામપંચાયતના વહીવટદાર પંડ્યાનો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે ક્યાં દૂષિત પાણી આવે છે. મને ખ્યાલ નથી કે ગામ
માંથી મને કોઇએ જાણ કરી નથી હવે હું તપાસ કરાવી ને કહુ છુ આમ વહીવટદાર આ દુષિત પાણીથી અજાણ હોય તે વાત ગળે
ઉતરતી નથી…
બોક્ષ્ – મને પણ ખ્યાલ નથી કે દુષિત પાણી બાબતે …ટીડીઓ ગીરગઢડા….
આ દુષિત પાણીના વિતરણ બાબતે ગીરગઢડા ટીડીઓનો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે પાણીની સમસ્યાની વાત હતી. તો મે બોર
કરાવી આપેલ પરંતુ દુષિત પાણી બાબતનો મને ખ્યાન નથી હું વહીવટદાર સાથે વાત કરીને કરાવુ છું..
બોક્ષ્ – દુષિત પાણીથી ગ્રામજનો પરેશાન…
જે પાણીના ટાંકામાં નર્મદાનું પાણી પોહચે છે. તે પાણીની ટાંકાની આસપાસની પરિસ્થિતી પણ જોઇ ન શકાય કેમ કે ત્યા
આજુબાજુમાં મૃત ગાયોના મૃતદેહ પઠ્યા હોય અને વરસાદી પાણી ભરાતુ હોય આ ગંદકી વાળુ પાણી પણ આ ટાંકામાં જાય અને
બાદમાં ગ્રામજનોનો નળમાં આ પાણી પોહચે પણ સાંભળવા વાળે કોઇ છે નહી ત્યારે હવે ગ્રામજનો પણ દુષિત પાણી બાબતે
આંદોલન કરવાના મૂડમાં હોવાનું જાણવા મળી રહ્યુ છે…
બોક્ષ્ –અમારા ગામમાં વિકાસ શબ્દ સાંભળ્યો પણ વિકાસ કેવો એ જોયો નથી…..
જુના ઉગલાના ગ્રામજનો માંથી એક શૂર એ પણ સાંભળવા મળેલ કે બે વર્ષથી વહીવટદારનું શાસન છે અને ગામમાં વિકાસ શબ્દ
સાંભળ્યો છે પણ વિકાસ કેવો એ જોયો નથી જેમ કે ગામના રસ્તા, ગામમાં પાણીની સમસ્યા ગંદકી બધુ એક સાથે જોવા મળે આમાં
વિકાસ ક્યા થયો ? એવા સવાલો ગ્રામજનો માંથી ઉઠવા પામેલ છે.
