Gujarat

વાવાઝોડાનાં પગલે જિલ્લા અને તાલુકા મથકો ખાતે કંટ્રોલરુમ શરુ કરાયા

અમદાવાદ
બિપરજાેય વાવાઝોડાને પગલે રાજ્ય સરકાર દ્વારા તમામ સજ્જતા હાથ દરી લેવામાં આવી છે. ગુજરાત રાજ્યના દરેક જિલ્લા અને તાલુકાઓ સાથે સંકલન સહિત ઈમરજન્સીની સ્થિતીમાં પહોંચી વળવા માટે સ્ટેટ કંટ્રોલરુમ કાર્યરત કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા મુશ્કેલીના સમયમાં ત્વરીત રાહત અને મદદ પહોંચાડી શકાય એ માટે કંટ્રોલરુમ અગાઉથી જ શરુ કરીને દરેક જિલ્લાઓ સાથે સંકલન શરુ કરવામાં આવ્યુ હતુ. ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારના જિલ્લાઓ અને તાલુકાઓ સાથે સીધુ જાેડાણ રાખવા સાથે નજર રાખવાની શરુઆત કરવામાં આવી હતી. સજ્જતા માટેની જરુરિયાતોને રજૂ કરવા માટે સ્ટેટ કંટ્રોલ રુમ સંકલનમાં રહ્યુ હતુ. રાજ્યના તમામ જિલ્લાઓના મુખ્ય મથકો અને તાલુકા મથકોએ પણ કંટ્રોલ રુમ શરુ કરવામાં આવ્યા છે. જે તમામ કંટ્રોલરુમ જિલ્લા અને તાલુકા કક્ષાએ સંકલનમાં રહેશે. તાલુકા કક્ષાએથી પણ લોકો મુશ્કેલીના સમયમાં મદદ ઝડપથી મેળવી શકે એ માટે માળખુ સજ્જ કરવામાં આવ્યુ છે. ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૦૭૭ લગાવીને પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે.
રાજ્યભરમાં કાર્યરત કંટ્રોલરૂમના નંબરો
અમદાવાદઃ ૦૭૯-૨૭૫૬૦૫૧૧
અમરેલીઃ ૦૨૭૯૨-૨૩૦૭૩૫
આણંદઃ ૦૨૬૯૨-૨૪૩૨૨૨
અરવલ્લીઃ ૦૨૭૭૪-૨૫૦૨૨૧
બનાસકાંઠાઃ ૦૨૭૪૨-૨૫૦૬૨૭
ભરૂચઃ ૦૨૬૪૨-૨૪૨૩૦૦
ભાવનગરઃ ૦૨૭૮-૨૫૨૧૫૫૪, ૨૫૨૧૫૫૫
બોટાદઃ ૦૨૮૪૯-૨૭૧૩૪૦, ૨૭૧૩૪૧
છોટાઉદેપુરઃ ૦૨૬૬૯-૨૩૩૦૧૨, ૨૩૩૦૨૧
દાહોદઃ ૦૨૬૭૩-૨૩૯૧૨૩
ડાંગઃ ૦૨૬૩૧-૨૨૦૩૪૭
દેવભૂમિ દ્વારકાઃ ૦૨૮૩૩-૨૩૨૧૮૩, ૨૩૨૧૨૫, ૨૩૨૦૮૪
ગાંધીનગરઃ ૦૭૯-૨૩૨૫૬૬૩૯
ગીર સોમનાથઃ ૦૨૮૭૬-૨૪૦૦૬૩
જામનગરઃ ૦૨૮૮-૨૫૫૩૪૦૪
જૂનાગઢઃ ૦૨૮૫-૨૬૩૩૪૪૬, ૨૬૩૩૪૪૮
ખેડાઃ ૦૨૬૮-૨૫૫૩૩૫૬
કચ્છઃ ૦૨૮૩૨-૨૫૦૯૨૩
મહીસાગરઃ ૦૨૬૭૪-૨૫૨૩૦૦
મહેસાણાઃ ૦૨૭૬૨-૨૨૨૨૨૦, ૨૨૨૨૯૯
મોરબીઃ ૦૨૮૨૨-૨૪૩૩૦૦
નર્મદાઃ ૦૨૬૪૦-૨૨૪૦૦૧
નવસારીઃ ૦૨૬૩૭-૨૫૯૪૦૧
પંચમહાલઃ ૦૨૬૭૨-૨૪૨૫૩૬
પાટણઃ ૦૨૭૬૬-૨૨૪૮૩૦
પોરબંદરઃ ૦૨૮૬-૨૨૨૦૮૦૦, ૨૨૨૦૮૦૧
રાજકોટઃ ૦૨૮૧-૨૪૭૧૫૭૩
સાબરકાંઠાઃ ૦૨૭૭૨-૨૪૯૦૩૯
સુરેન્દ્રનગરઃ ૦૨૭૫૨-૨૮૩૪૦૦
સુરતઃ ૦૨૬૧-૨૬૬૩૨૦૦
તાપીઃ ૦૨૬૨૬-૨૨૪૪૬૦
વડોદરાઃ ૦૨૬૫-૨૪૨૭૫૯૨
વલસાડઃ ૦૨૬૩૨-૨૪૩૨૩૮

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *