રિસર્ચમાં રુચિ વધારવા તેમજ રિસર્ચ દરમિયાન રાખવી પડતી તકેદારી અને જરૂરી ટેકનીકલ જ્ઞાન ઉપલબ્ધ
કરાવવાનાં હેતુથી શ્રી એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજ, જામનગર ખાતે ડીનશ્રીની અધ્યક્ષતા હેઠળ રીસર્ચ મેથોડોલોજીના
વિષય પર વર્કશોપ યોજવામાં આવેલ હતો. જેમાં મેડીકલ કોલેજના યુ.જી.વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો
હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મલ્ટી ડિસિપ્લિનરી રિસર્ચ યુનિટ (એમ.ડી.આર.યુ.) દ્વારા કરવામાં આવેલ હતું. કમ્યુનિટી
મેડીસીન તેમજ ફાર્માકોલોજી વિદ્યાશાખાનાં તજજ્ઞો દ્વારા રિસર્ચને લગતા વિવિધ લેકચર્સ લેવામાં આવેલ હતા. આ વર્કશોપમાં
રિસર્ચ કાર્ય માટે જરૂરી પાયાની સમજ, રિસર્ચના પ્રકાર, ડેટા મેનેજમેન્ટ, ડેટા એનાલિસીસ, તથા રિપોર્ટ રાઈટીંગ વગેરે જેવા
વિવિધ મુદ્દાઓ આવરી વિદ્યાર્થીઓને તેની ઉંડાણપૂર્વક સમજ અપાઈ હતી. આ એક દિવસીય વર્કશોપના અંતે, ભાગ લેનાર
તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ હતા.


