Gujarat

સાવરકુંડલા તાલુકા યુવક મંડળ દ્વારા રાજ્યભરની સ્કૂલોમાં બીજા અને ચોથા શનિવારે  રજા જાહેર કરવાની   માંગ કરવામાં આવેલ. આ સંદર્ભે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી. 

સાવરકુંડલા તા.
(બિપીન પાંધી દ્વારા) સાવરકુંડલા તાલુકા યુવક મંડળ દ્વારા  રાજ્યની શાળાઓમાં  બીજા અને ચોથા શનિવારે રજા જાહેર કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે.  યુવક મંડળે જણાવ્યું કે મહિનામાં બીજા અને ચોથા શનિવારે સરકારી કચેરીઓમાં જાહેર રજા હોય છે જેના કારણે રાજ્યના અને કેન્દ્રના કર્મચારીઓ ઘરે હોય છે. રિઝર્વ બેંકના નિયમ મુજબ સહકારી અને સરકારી બેંકોમાં કામકાજ બંધ હોય છે. સામાન્યરીતે શનિવાર પછી રવિવાર આવતો હોવાથી જો કોઈ શિક્ષણકાર્ય બંધ હોય તો વાલીઓ અને વિદ્યાર્થીઓને સળંગ બે દિવસની રજાઓ મળી શકે જેથી કર્મચારીઓ પોતાના બાળકો સાથે સામાજિક દાયિત્વની ભાવના સાથે થોડો વધુ સમય પોતાના પરિવારને આપી શકે શનિવારે કોમ્પ્યુટર,ચિત્રકામ,સંગીત,ઉદ્યોગ અને રમત – ગમતના પીરીયડ ગોઠવાતાં હોય છે  જેથી શનિવારે શિક્ષણકાર્ય ઓછું રહે છે અથવા રહેતું નથી. મહિનાના ચાર શનિવારમાં જે કાર્યભાર શિક્ષણનો હોય છે અને અડધા દિવસનો સમય હોય છે. તેના બદલે પહેલા અને ત્રીજા શનિવારમાં આઠ પીરીયડનું શિક્ષણ કાર્ય રાખવામાં આવે અને બીજા અને ચોથા શનિવારે રજા અપાય તો વિદ્યાર્થી આખો દિવસ રહી શકે એમ તાલુકા યુવક મંડળના  પ્રમુખ જયસુખભાઇ નાકરાણી અને ઉપપ્રમુખ ભીખેશભાઈ ભટ્ટની યાદીમાં જણાવાયું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *