ઊના ગીરગઢડા પંથકમાં ત્રણ દિવસ પહેલા પડેલા ભારે વરસાદના પગલે તાલુકાની જીવાદોરી સમાન રાવલ તેમજ મચ્છુન્દ્રી ડેમ
ઓવરફ્લો થતા નદીના પટમાં તેમજ ડેમ નિચાણ વાળા વિસ્તારના અનેક ગામોને અલર્ટ કરી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ ત્રણ
દિવસથી મેઘરાજાએ વિરામ લેતા ગરમીના ઉકરાળથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે ઉનામાં આજે વાતાવરણમાં પલ્ટો
આવતા બપોરે બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો.
હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવેલ હોય ત્યારે ઉના ગીરગઢડા પંથકમાં આજે સવારથી
આકાશમાં વાદળ છાયુ વાતાવરણ વચ્ચે બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા મેઘરાજાએ ફરીવાર ઉનામાં ધમાકેદાર
એન્ટ્રી કરતા ધોધમાર બે ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જેના પગલે રસ્તા પર પાણી વહેતા થઇ ગયા હતા. વરસાદથી સમગ્ર
પંથકમાં ઠંડુગાર વાતાવરણ ફેલાયુ હતું. જ્યારે ઉનામાં બે કલાકમાં દોઢ ઇંચ ધોધમાર વરસાદ ખાબકી ગયેલ હતો. તાલુકાના મોઠા
ગામમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ વરસ્યો તો સનખડા, ગાંગડા, ખત્રીવાડા, ઉંટવાળા, પસવાળા, સહીતના ગામોમા અડધો ઇંચ
ધીમીધારે વરસાદ વરસી રહ્યો હતો. તેમજ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર વરસાદી ઝાંપટા વરસ્યા હોવાનું જાણવા મળેલ છે.


