Gujarat

ઉનાના મેણ ગામમાં વિવિધ પ્રશ્નોને લઈ સમસ્ત ગ્રામજનોએ રજુઆત કરી તાત્કાલીક નિરાકરણ લાવવા માંગ કરી…

તમારે જ્યાં કેસ કરવો હોય ત્યા કરો હું સહી સીવાયના તમામ વહીવટ હુંજ કરૂ છું….
ઉના તાલુકાના મેણ ગ્રામ પંચાયતના હોદ્દેદાર મહિલા સરપંચ તેમજ તલાટી કમ મંત્રીની મિલી ભગત હોય તેમ હાલ મેણ ગામમાં
રસ્તાઓ ઉપર જે ક્રોકીટ પાથરવામાં આવી છે તેમાં જ્યાં જરૂરીયાત હોય ત્યા નાખવાના બદલે અન્ય જગ્યા પર પાથરેલ હોય આ
સીવાય પંચાયત દ્રારા ગેરરીતી થતી હોવાના આક્ષેપો અને વિવિધ પ્રશ્નો બાબતે અને પંચાયત દ્રારા કોઇ ધ્યાન આપતા ન હોવાથી
બાબતે તંત્ર દ્રારા યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ સાથે સમસ્ત ગ્રામજનો તેમજ સાગરભાઇ ઉકાભાઇ પરમાર સહીતના લોકો દ્રારા પ્રાંત
કચેરી ખાતે લેખિત રજુઆત કરી હતી.
મેણ ગ્રામ પંચાયતના હોદ્દેદાર મહિલા સરપંચ તેમજ તલાટી કમ મંત્રીની મિલી ભગતથી ગામમાં રસ્તાઓ ઉપર જે ક્રોકીટ તથા
ભરડીયાની કાંકરી ખાડા પુરવા નાખવામાં આવેલ તે કામમાં સરપંચ રેણુકાબેન મનસુખભાઈ સાંખટના સસરા લાલજીભાઈ
હમીરભાઈ સાંખટ તથા તલાટી કમ મંત્રી વનરાજભાઈ સોલંકીએ જગડો ઉભો કરવા ગામમાં પોતાની મનમાની રીતે નક્કી કરેલ
વિસ્તાર જેમ કે, મેણ પ્રાથમિક શાળાથી લઈને કેશુભાઈ જસાભાઈ સરવૈયાના ઘર સુધી જ કોકીટ (ભરડીયાની ભુકી ) નાખેલ છે.
ત્યાર બાદ કોઈ જગ્યાએ કોંકીટ નાખવામાં આવેલ નથી જેમ કે ગૈાશાળા થી લઈને બાપા સીતારામ સુધી, કાસમશા હુસેનશાના
ઘરથી ભીખુભાઈ ગીગાભાઈ ડાભીનાં ઘર સુઘી, મેણ પ્રા.શાળાથી હનુમાન મંદિર સુધી, હનુમાન મંદિર થી અસરફ કેશરખાન
શેખાણીના ઘર સુધી, ટાંકાથી શીતળા માતાના મંદિર સુધી, અહમદભાઈ મુસાભાઈ બમાણીના ઘરથી ગફારભાઈ ઓસમાણભાઈના
ઘર સુધી, આમ આ તમામ આ વિસ્તારમાં લાલજીભાઈ હમીરભાઈ સાખંટ જે સરપંચના સસરા હોય તેમજ તલાટી કમ મંત્રીનાં
કહેવા મુજબ ગામમા પોતાની મનમાની થી માત્ર વાઉચર બનાવવા અને ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય તેમ તમામ વિસ્તારમાં
કોંક્રીટ (ભરડીયાની ચકી) પાથરેલ નથી.
આ ઉપરાંત ગામમા છેલ્લા ઘણા સમયથી પાણીની પાઈપ લાઈન તુટી જતી હોવાથી અવાર નવાર રોડ ઉપરના ઉકરડાઓની ગંદકી
પાણીની પાઈપ લાઈનમાં ગંદકી ભળી જતા વારંવાર ગામના ગ્રામજનોને ગંદુ પાણી પીવા મજબુર બનતા રોગચાળો ફાટી
નિકળવાની દહેશત ઉભી થશે તો તેના જવાબદાર કોણ ? તો શું સરપંચ તથા તલાટી કમ મંત્રી જવાબદાર રહેશે ? તેમજ પંચાયત
દ્રારા ગ્રામસભાનું આયોજન કરે છે. ત્યારે ગ્રામજનોને કોઇ જાણ કરવામાં આવતી નથી. અને પંચાયતના માત્ર ગણ્યા ગાઠ્યા સભ્યો
દ્રારા ગ્રામસભા બોલાવી ગામના પ્રશ્નોનું નિરાકર થતુ ન હોય આમ સમસ્ત ગ્રામજનોની વિવિત પડતર પ્રશ્નોનું તાત્કાલીક નિરાકરણ
લાવવામાં આવે તેવી માંગ સાથે પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યુ હતું.
બોક્ષ્ – તમારે જ્યાં કેસ કરવો હોય ત્યા કરો હું સહી સીવાયના તમામ વહીવટ હુંજ કરૂ છું….મહીલા સરપંચના સસરા…
મેણ ગામના મહીલા સરપંચના સસરા પંચાયતનો તમામ વહીવટ કરતા હોય ત્યારે ગ્રામજનો પંચાયત ઓફીસે પહોચતા કાગળમાં
સહી કરેલ હોય આ બાબતે લોકોએ આક્ષેપ કરતા મહીલા સરપંચના સસરા લાલજીભાઈ હમીરભાઈ સાખંટ કે સાફ શબ્દોમાં કહી
દીધુ હતુ કે તમારે જ્યાં કેસ કરવો હોય ત્યાં કરીદો હું સહી સીવાયના તમામ વહીવટ હું પોતેજ કરૂ છું. છોકરો ધાવણા છે આવી પણ
ન શકે તેવુ સરપંચના સસરાએ જણાવી દીધેલ હોવાનો વીડીયો મેણ પંચાયત ઓફીસનો વાયરલ થયેલ હતો.

-ગામમાં-વિવિધ-પ્રશ્નોને-લઈ-સમસ્ત-ગ્રામજનોએ-રજુઆત-કરી-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *