Gujarat

વલસાડમાં મેઘરાજાએ કહેર મચાવતા ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ

વલસાડ
દક્ષિણ ગુજરાતના વલસાડમાં મેઘરાજાએ કહેર મચાવતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદ લોકો માટે મુશ્કેલી લઈને આવ્યો છે. સૌથી વધુ મુશ્કેલી વલસાડ શહેર અને ૪૦ ગામને જાેડતા અંડરપાસે સર્જી છે. અંડરપાસમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી રહી છે. ખાસ કરીને નોકરિયાત વર્ગ ઘરે જતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મુશ્કેલીમાં મૂકાયેલા લોકો જીવના જાેખમે અંડરપાસમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. ઘણા લોકોના વાહનો પણ બંધ થઈ ગયા હતા. લોકો તંત્ર સામે કામગીરી નહીં કરવાના આક્ષેપ કરી રહ્યા છે.

File-02-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *