Gujarat

વંથલી: સુખપુર ગામે ખેતરોમાં ઊભા પાકને ભારે નુકશાન સાથે ખેતરો ધોવાઈ જતા ખેડૂતો નાં હાલ-બેહાલ થયા

    ઉપરવાસમાં અને પંથકમાં પડેલા ભારે વરસાદથી થયું ધોવાણ
જુનાગઢ જિલ્લામાં અને વંથલી પંથકમાં મેઘતાંડવને લઈ પંથકની જીવાદોરી સમાન ઓજત નદી ગાંડીતુર બની હતી.જેને લઇ અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. તો પંથકમાં ખેડૂતોનાં ઊભા પાકમાં પાણી ફરી વળતા અનેક ખેડૂતોના હાલ-બેહાલ થયા છે. વંથલી તાલુકાના સૂખપૂરમાં અનેક ખેતરોમાં પાક ધોવાયો છે.અને અનેક ખેતરો પણ ધોવાયા હોવાનું ખેડૂતો અને સરપંચ જણાવી રહ્યા છે.ત્યારે સરકાર પાસે નિષ્ફળ ગયેલ પાકને લઈ સરકાર ખેડૂતોને વળતર ચૂકવે તેવી ખેડૂતો સાથે યુવા સરપંચ અરુણ ડાંગર દ્વારા માંગ કરવામાં આવી છે.
રીપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી

Screenshot_20230730_134926.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *