સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્યના
26 સંસદીય વિસ્તારમાં આંતર રાષ્ટ્રીય યોગ દીવસ અંતર્ગત સાંસદ યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ હાલ
બિપરજોય વવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઈને હવામાન વિભાગ દ્વારા જામનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની
આગાહી કરવામાં આવી હોવાથી સલામતીના ભાગરૂપે જામનગર જિલ્લામાં યોજાનાર સાંસદ યોગ સ્પર્ધા રદ્દ કરવામાં આવેલ છે.
તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.