છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાને લઈને વધુ વરસાદ પડવાની સંભાવના અને વાવાઝોડાની સ્થિતિને ધ્યાને લઈને કોઈપણ પ્રકારની જાનહાની અને માનહાની ના થાય તે માટે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નગરમાં આવેલ 20 જેટલા જર્જરીત સ્ટ્રક્ચરના માલિકોને નોટિસ આપવામાં આવી છે ચોમાસાની સ્થિતિને લઈને નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂનની કામગીરી પણ કરવામાં આવી છે જેમાં જોખમી વૃક્ષોને છનાવટ પણ કરવામાં આવી છે, નગરપાલિકાના ચીફ ઓફિસરે નગરજોની અપીલ કરી છે કે કોઈપણ જર્જરીત ઇમારત મકાન અને અન્ય કોઈપણ સ્ટ્રક્ચર ધ્યાને આવે કે એવા કોઈપણ જોખમી વૃક્ષ ધ્યાને આવે તો તેને જાન નગરપાલિકાને કરવામાં આવે જેથી કરીને કોઈ બનાવ ન બને જેને લઈને નગર પાલિકાના ચીફ ઓફિસર દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર