લીલીયા તાલુકા ના કુતાણા ગામે તાલુકા કક્ષાનો 77 મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી.
આ તકે લીલીયા તાલુકાના મામલતદાર શ્રી રાદડિયા સાહેબના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવેલ ત્યાર બાદ શાળા પરિવાર દ્વારા માર્ગદશિૅક સાંસ્કૃતિક કાર્યક્રમ બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલ. ઉપસ્થિત સૌ ગ્રામજનો તેમજ બહારથી પધારેલ મહેમાન અને બાળકોને ગ્રામ પંચાયત દ્વારા નાસ્તો કરાવવામાં આવેલ ઉપસ્થિત સૌ અધિકારી પદાધિકારી નો આભાર શિક્ષક સંઘના પ્રમુખ અશ્વિનભાઈ વિંછિયા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો.
77 માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે બીજા સેશનમાં 97 લીલીયા સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ની ખાસ ઉપસ્થિતિ રહેલ. તેઓનું સન્માન શાલ અને મોમેન્ટો આપી ગામ ના સરપંચ ગૌતમભાઈ વિછીયા દ્વારા કરવામાં આવેલ આ તકે અમરેલી જિલ્લાના લોકપ્રિય સાંસદ નારણભાઈ ની પ્રેરક ઉપસ્થિતિ થયેલ તેઓનું પણ સન્માન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિપૂલભાઈ દુધાત ભીખાભાઈ ધોરાજીયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુ ભાઈ ડાભી જીગ્નેશ સાવજ અરૂણભાઇ પટેલ બાહદુર બેરા ATDO કિશોર ભાઈ આચાર્ય પોલીસ સ્ટાફ હોમેગર્ડ જવાનો શિક્ષક સ્ટાફ તાલુકા પંચાયત સદસ્યો રાજકીય ક્ષેત્રના પદાધિકારીઓ, વિશાળ સંખ્યામાં અધિકારીગણ ઉપસ્થિત રહેલ.
77 મો સ્વાતંત્ર્ય પર્વ ખૂબ જ શાનદાર રીતે ઉજવવામાં આવેલ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પી એમ રાખસિયા દ્વારા કરવા માં આવેલ તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


