National

ફાઇનલમાં મલેશિયાને ૪-૩થી હરાવીને ભારત ચોથી વખત ચેમ્પિયન બન્યું

ચેન્નાઈ
ભારતીય ટીમે રોમાંચક ફાઇનલમાં મલેશિયાને ૪-૩થી હરાવીને ચોથી વખત ટાઇટલ પોતાના નામે કરી લીધુ છે. ચેન્નાઈમાં રમાયેલી ફાઈનલમાં યજમાન ભારત હાફ ટાઈમ સુધી ૧-૩થી પાછળ હતું પરંતુ ભારતે એક મિનિટમાં બે ગોલ કરીને ૩-૩થી બરાબરી કરી લીધી હતી. અંતિમ ક્ષણોમાં આકાશદીપ સિંહે ગોલ કરીને ભારતની જીત સુનિશ્ચિત કરી હતી. ભારતે એક મિનિટમાં જ બે ગોલ કરીને સ્કોર બરાબરી કરી લીધો હતો. કેપ્ટન હરમનપ્રીતે ૪૪મી મિનિટે ગોલ કર્યો હતો જ્યારે ગુરજંત સિંહે ફિલ્ડ ગોલ કરીને સ્કોર ૩-૩થી બરાબર કરી દીધો હતો. હાફ ટાઇમ સુધી ભારત ૧-૩થી પાછળ હતું. હાફ ટાઇમ સુધી ભારતીય ટીમ મુશ્કેલીમાં હતી. પ્રારંભિક લીડ હોવા છતાં ભારત હાફ ટાઇમમાં ૧-૩થી પાછળ હતું. મલેશિયા માટે અમિડુએ ૨૭મી મિનિટે ગોલ કરીને મલેશિયાને ભારત પર ૩-૧ની સરસાઈ અપાવી હતી. અત્યાર સુધી મલેશિયાએ ભારતને ગોલ કરવાની તક આપી ન હતી. મલેશિયાએ ૧૮મી મિનિટે બીજાે ગોલ કરીને ભારત પર સરસાઈ મેળવી લીધી હતી. તેના તરફથી રહીમે શાનદાર ગોલ કરીને પોતાની ટીમને લીડ અપાવી હતી. મલેશિયાએ મેચની ૧૪મી મિનિટે ગોલ કરીને સ્કોર ૧-૧ કરી દીધો હતો. ભારતને ૧૫મી મિનિટે પેનલ્ટી કોર્નર મળ્યો હતો પરંતુ ટીમ તેને ગોલમાં બદલી શકી નહોતી. મલેશિયા માટે અરજાઈએ ગોલ કર્યો હતો. મેચની ૯મી મિનિટે જુગરાજ સિંહે ભારતના પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવીને ભારતને ૧-૦થી આગળ કર્યું હતું. આ રીતે ભારતે શાનદાર શરૂઆત કરી છે. સેમિફાઇનલમાં ભારતનો ફરીથી જાપાન સામે મુકાબલો થયો હતો. જ્યાં યજમાન ટીમ ઇન્ડિયાએ એશિયન ગેમ્સ ચેમ્પિયન ટીમને ૫-૦થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ટીમ ઈન્ડિયા પાંચમી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી હતી. ભારત આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં સાત વખત ભાગ લઈ ચૂક્યું છે જ્યાં તે ૩ વખત ચેમ્પિયન બન્યું છે અને આ જીત સાથે ચોથી વખત પોતાના નામે ખિતાબ કર્યો છે. ભારતીય ટીમે ૨૦૧૧, ૨૦૧૬ અને ૨૦૧૮માં અહીં ટાઈટલ જીત્યું હતું. ૨૦૧૨માં ટીમ ઈન્ડિયાને રનર્સઅપથી સંતોષ માનવો પડ્યો હતો. આ ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમો ભારત અને પાકિસ્તાનની છે. બંનેએ અત્યાર સુધીમાં ત્રણ વખત ટ્રોફી કબજે કરી છે. વર્તમાન ટુર્નામેન્ટમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં ૮ ગોલ કર્યા છે. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે. ભારત અને મલેશિયાની ટીમો અત્યાર સુધીમાં ૩૪ વખત ટકરાયા છે જેમાં ભારત ૨૩ મેચમાં વિજયી બન્યું છે. બીજી તરફ મલેશિયા માત્ર ૭ મેચમાં જ વિજયી રહ્યું છે. જાે આંકડાઓમાં જાેવામાં આવે તો સ્પષ્ટપણે ભારતનો હાથ ઉપર છે.

Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *