Gujarat

ટીમમાં પરત ફરવા આતુર : ભારતના પેસર દીપક ચાહર

દીપક ચાહરે લાંબા સમયથી તેની ઈજાને લઈને ખુલીને વાત કરી

ભારતના પેસર દીપક ચાહરે લાંબા સમયથી તેની ઈજાને લઈને ખુલીને વાત કરી છે. ચાહરના મતે ઈજા ખેલાડીના હાથની વાત નથી. ચાહર સ્નાયુ ખેંચાવાની અને પીઠની ઈજામાંથી સંપૂર્ણ સ્વસ્થ થતાં હવે રાષ્ટ્રીય ટીમમાં પોતાનું સ્થાન પરત મેળવવા પ્રતિબદ્ધ છે. ચાહર ગત વર્ષે ડિસેમ્બરમાં ભારત તરફથી રમ્યો હતો. આ સિઝનના પ્રારંભે તેને સ્નાયુ ખેંચાવાની સમસ્યા થતાં તેણે આઈપીએલમાં સીએસકે તરફથી છ લીગ મેચ ગુમાવવી પડી હતી. આ ઉપરાંત ગત વર્ષે પીઠની ઈજાને પગલે તેણે સમગ્ર આઈપીએલ અને ઓસ્ટ્રેલિયામાં રમાયેલો ટી૨૦ વર્લ્ડ કપ ગુમાવ્યો હતો. ચાહરે પોતાની બ્રાન્ડ ડી૯ના લોન્ચ પ્રસંગે જણાવ્યું કે, ખેલાડીએ ઈજાથી હતાશ થવું જાેઈએ નહીં. ઈજા ખેલાડીના હાથની વાત નથી. પ્રવર્તમાન સમયે મારી પ્રાથમિકતા ફિટ રહેવું તથા ટીમ માટે તૈયાર રહેવાની છે. મને જ્યારે પણ તક મળશે ત્યારે હું ટીમ માટે ૧૦૦ ટકા આપીશ. ગત વર્ષે મને પીઠની ઈજા થઈ હતી એક ઝડપી બોલર તરીકે આ ગંભીર બાબત છે પરંતુ હવે હું ફિટ છું. મારી બોલિંગને લઈને હું ખુશ છું. તાજેતરમાં હું રાજસ્થાન પ્રીમિયર લીગ રમ્યો હતો અને નેશનલ ક્રિકેટ એકેડમી ખાતે ચીનમાં એશિયન ગેમ્સ માટેની ભારતીય ક્રિકેટ ટીમ સાથે મે પ્રેક્ટિસ કરી હતી. હું રાષ્ટ્રીય ટીમમાં પુનરાગમન માટે પ્રયત્ન કરી રહ્યો છું.

ચાહરે આંતરરાષ્ટ્રીય સ્તરે ૧૩ વન-ડેમાં ૧૬ અને ૨૪ ટી૨૦માં ૨૯ વિકેટ ઝડપી છે. આ ઉપરાંત ચાહરે વન-ડેમાં બે અડધી સદી પણ ફટકારી છે. દેશ માટે વર્લ્ડ કપમાં રમવું અને વર્લ્ડ કપ ટ્રોફી જીતવાનું એક ક્રિકેટરનું સપનું હોય છે. મને જ્યારે પણ તક મળશે તો હું દેશ માટે વર્લ્ડ કપમાં રમવા આતુર છું. ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા મે સુકાની મહેન્દ્ર સિંહ ધોની પાસેથી ઘણું શીખ્યું છે. માહિભાઈ સાથે સમય પસાર કરવા મળ્યો તેને હું મારું સદનસીબ માનું છું. હું તેને મારા મોટાભાઈ તેમજ આદર્શ માનું છું. એક સારા વ્યક્તિ અને ખેલાડી તરીકે હું તેમનો આદર કરું છું.

File-01-Page-19-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *