નવીદિલ્હી
એસીસી મેન્સ ઇમર્જિંગ એશિયા કપ ૨૦૨૩ની ફાઇનલ મેચમાં ભારતીય છ ટીમને પાકિસ્તાન છ ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો છે. રોમાંચક મેચમાં કોલંબોમાં ટોસ હાર્યા બાદ ભારતે પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને નિર્ધારિત ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને ૩૫૨ રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ ૪૦ ઓવરમાં ૨૨૪ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ બ્લુ ટીમને ખિતાબી યુદ્ધમાં ૧૨૮ રને હારનો સામનો કરવો પડ્યો હતો. ટાર્ગેટનો પીછો કરતા અભિષેક શર્મા બ્લુ ટીમ માટે ઇનિંગ્સની શરૂઆત કરતી વખતે સારા ટચમાં જાેવા મળ્યો હતો. તેણે ટીમ માટે ૧૧૯.૬૦ના સ્ટ્રાઈક રેટથી ૫૧ બોલમાં ૬૧ રનની સર્વાધિક અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. પરંતુ તેની લડાયક ઇનિંગ્સ પણ ભારતીય ટીમને જીતાડી શકી નથી. શર્મા સિવાય ચોથા નંબર પર બેટિંગ કરતા કેપ્ટન યશ ધુલે ૪૧ બોલમાં ૩૯ રન બનાવ્યા હતા. જ્યારે સાઈ સુદર્શન ૨૮ બોલમાં ૨૯ રન બનાવી શક્યો હતો. ફાઈનલ મેચમાં પાકિસ્તાન માટે સુફીયાન મુકીમ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે પોતાની ટીમ માટે ૧૦ ઓવર બોલિંગ કરતી વખતે સૌથી વધુ ત્રણ સફળતા હાંસલ કરી હતી. તેના સિવાય મેહરાન મુમતાઝ, મોહમ્મદ વસીમ અને અરશદ ઈકબાલને બે-બે સફળતા મળી હતી. આ બોલરો સિવાય મુબાસિર ખાને એક વિકેટ લીધી હતી. અગાઉ કોલંબોમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ નિર્ધારિત ઓવરમાં આઠ વિકેટના નુકસાન પર ૩૫૨ રન બનાવી શકી હતી. ટીમ માટે ચોથા નંબર પર બેટિંગ કરતા તૈયબ તાહિરે સદી ફટકારી હતી. તેણે તેની શાનદાર ઇનિંગમાં કુલ ૭૧ બોલનો સામનો કર્યો હતો. આ દરમિયાન ૧૫૨.૧૧ની સ્ટ્રાઈક રેટથી ૧૦૮ રન બનાવવામાં સફળ રહ્યો હતો. તાહિર ઉપરાંત ઇનિંગ્સની શરૂઆત કરતી વખતે સાહબજાદા ફરહાન અને સૈમ અય્યુબ પણ જબરદસ્ત લયમાં જાેવા મળ્યા હતા. જ્યાં ફરહાને ૬૨ બોલનો સામનો કરીને ૬૫ રન બનાવ્યા હતા. ત્યાં જ અય્યુબે ૫૧ બોલમાં ૫૯ રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે ફાઇનલ મેચમાં રિયાન પરાગ અને રાજવર્ધન હંગરગેકર અનુક્રમે બે વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. આ સિવાય નિશાંત સિંધુ, માનવ સુથાર અને હર્ષિત રાણાએ એક-એક સફળતા હાંસલ કરી હતી.
