નવીદિલ્હી
આજે બુધવારે તારીખ ૧૬ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ ભારતીય શેરબજારની શરૂઆત નબળી રહી હતી. ખરાબ વૈશ્વિક સંકેતોની નકારાત્મક અસરના કારણે બજારના મુખ્ય સૂચકાંક ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. સવારે ૯.૩૦ વાગ્યાના અરસામાં મ્જીઈ સેન્સેક્સ ઘટીને ૬૫,૨૦૦ ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે એ જ રીતે નિફ્ટી પણ ૭૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૯,૩૫૦ની નીચે સરકી ગયો હતો. બજારની નબળાઈમાં બેન્કિંગ શેરો મોખરે છે. ૐડ્ઢહ્લઝ્ર બેન્કનો શેર ટોપ લૂઝર છે. જ્યારે મોટી ડીલના સમાચારને કારણે ઈન્ફોસિસ લગભગ ૨ ટકા ચઢી ગઈ છે. અગાઉ, મ્જીઈ સેન્સેક્સ સોમવારે ૭૯ પોઈન્ટ વધીને ૬૫,૪૦૧ પર બંધ થયો હતો. સ્વતંત્રતા દિવસ નિમિત્તે મંગળવારે બજાર બંધ રહ્યું હતું. ડોલર ઇન્ડેક્સ પર એક નજર કરીએ, ડૉલર ઇન્ડેક્સ ફ્યુચર્સમાં ૦.૦૪ ટકા વધીને ૧૦૩.૨૫ પર ટ્રેડ થયો હતો, જ્યારે એક ડૉલરનું મૂલ્ય ૮૩.૩૯ રૂપિયાની નજીક હતું. હ્લૈંૈં અને ડ્ઢૈંૈંના ડેટા પર એક નજર કરીએ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (હ્લૈંૈં) એ રૂ. ૨,૩૨૪.૨૩ કરોડના શેરનું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડ્ઢૈંૈં) એ ૧૪ ઓગસ્ટના રોજ રૂ. ૧,૪૬૦.૯૦ કરોડના શેરની ખરીદી કરી હતી, એમ નેશનલ સ્ટોક એક્સચેન્જ (દ્ગજીઈ)ના કામચલાઉ ડેટા દર્શાવે છે.
