Gujarat

ભારતીય શેરબજારની મજબૂત શરૂઆત, એશિયન-અમેરિકન ફ્યુચર્સ માર્કેટમાં ખરીદી જાેવા મળી

શેરબજારમાં શરૂઆત થતા ગૌતમ અદાણીની કંપનીઓના શેરમાં પણ તેજી યથાવત રહી

કાલે બુધવારે ૨૯ નવેમ્બર ૨૦૨૩ ના રોજ શેરબજારમાં જાેરદાર ખરીદી જાેવા મળી છે. આજે ભારતીય શેરબજાર માટે વૈશ્વિક સંકેતો સકારાત્મક છે. ગિફ્ટ નિફ્ટી મજબૂત ઉછાળા સાથે ૨૦૦૦૦ની પાર ટ્રેડ કરી રહ્યો છે. એશિયન અને અમેરિકન ફ્યુચર્સ માર્કેટમાં પણ જાેરદાર ખરીદી જાેવા મળી રહી છે. અગાઉ સેન્સેક્સ ૨૦૦ પોઈન્ટ વધીને ૬૬,૧૭૪ પર બંધ થયો હતો.. ભારતીય શેરબજારો મંગળવારે તેજી સાથે બંધ થયા હતા. મ્જીઈ સેન્સેક્સ ૨૦૪ પોઈન્ટના વધારા સાથે ૬૬,૧૭૪.૨૦ પર બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૯૫ પોઈન્ટના વધારા સાથે ૧૯,૮૮૯.૭૦ પર બંધ થયો હતો.

અદાણી ગ્રૂપના શેરની માર્કેટ ઓપનિંગથી જ વધુ માંગ હતી.. નિફ્ટીએ આજે ??છેલ્લા અડધા કલાકમાં જબરદસ્ત ઉછાળો દર્શાવ્યો હતો અને ૧૯૯૦૦ની સપાટી વટાવી હતી. સેન્સેક્સમાં પણ સારો ઉછાળો જાેવા મળ્યો હતો. મ્જીઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો લીલા રંગમાં ટ્રેડ થયા હતા. ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ ૨.૫ ટકા અને પાવર ઈન્ડેક્સ ૩ ટકા જ્યારે મેટલ, ઓટો અને પીએસયુ બેંક, આઈટી ઈન્ડેક્સ ૦.૫ ટકા વધ્યા હતા. બીજી તરફ એફએમસીજી અને ફાર્મા શેર્સમાં વેચવાલી જાેવા મળી હતી.. મંગળવારે અદાણી ગ્રુપના શેરમાં વધારો જાેવા મળ્યો હતો.

અદાણી-હિંડનબર્ગ કેસ અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાની તપાસની માંગ કરતી અરજી સામે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે અદાણી ગ્રુપની તપાસ પૂર્ણ કરવા માટે તેને વધારાના સમયની જરૂર નથી.અદાણી ગ્રૂપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસના શેરમાં ૯.૧૮ ટકાથી વધુનો વધારો થયો હતો.. આજે બુધવારે પણ ગૌતમ અદાણીની કંપનીઓમાં સારી ખરીદી સાથે કારોબારની શરૂઆત થઈ હતી. પ્રારંભિક કારોબારમાં અદાણી ટોટલ ગેસ ૧૧.૮% અને અદાણી એનર્જી સોલ્યુશન્સ ૪.૧% સુધી વધ્યા હતા. અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ ૨ ટકા કરતા વધુ તેજી દર્શાવી રહી હતી.

File-01-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *