Maharashtra

ભારતીય શેરબજારની મજબૂત શરૂઆત, Sensex 65917 સુધી ઉછળ્યો

મુંબઈ
મજબૂત વૈશ્વિક સંકેતની સાથે આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજારે ટ્રેડિંગની શરૂઆત મજબૂત સ્થિતિ સાથે કરી છે. આજે બંને મુખ્ય ઇન્ડેક્સ સારી સ્થિતિમાં કારોબાર કરી રહ્યા છે. સેન્સેક્સમાં ૦.૩% જયારે નિફટીમાં ૦.૪% ઉછાળા સાથે કારોબારની શરૂઆત થઈ છે. આ અગાઉ ગુરુવારના સત્રના અંતે કારોબારની સમાપ્તિ સમયે મ્જીઈ સેન્સેક્સ ૧૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૬૫,૫૫૮ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૯,૪૧૩ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.આ અગાઉના સત્રમાં સેન્સેક્સ ૬૬,૦૬૪.૨૧ ની સર્વોચ્ચ સપાટી ઉપર પહોંચ્યો હતો. ભારતીય શેરબજારે આજે એટલે કે ૧૪ જુલાઈના દિવસે ખુલતાની સાથે જ જીઈદ્ગજીઈઠ ઃ ૬૫,૭૭૫.૪૯ ૨૧૬.૬૦ (૦.૩૩%) પરની સ્થિતિએ અને દ્ગૈંહ્લ્‌રૂ ઃ ૧૯,૪૯૩.૪૫ ૭૯.૭૦ (૦.૪૧%) પરની સ્થિતિમાં નોંધાયું. હ્લૈંૈં અને ડ્ઢૈંૈં ડેટા પર પણ જાે એક નજર કરીએ તો વિદેશી સંસ્થાકીય રોકાણકારો (હ્લૈંૈં) એ રૂ. ૨,૨૩૭.૯૩ કરોડના શેરની ચોખ્ખી ખરીદી કરી હતી જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડ્ઢૈંૈં) એ ૧૩ જુલાઈના રોજ રૂ. ૧,૧૯૬.૬૮ કરોડના શેરનું ચોખ્ખું વેચાણ કર્યું હતું. આ વિગતો નેશનલ સ્ટોક એક્સચેન્જ- દ્ગજીઈ દ્વારા જાહેર કરાયેલ ડેટામાં સામે આવી હતી. દ્ગજીઈ પર હ્લશ્ર્ં પ્રતિબંધ હેઠળના સ્ટોક્સ પર પણ એક નજર કરીએ… દ્ગજીઈ એ હિંદુસ્તાન કોપર, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, ઈન્ડિયા સિમેન્ટ્‌સ, મણપ્પુરમ ફાઈનાન્સ, પંજાબ નેશનલ બેંક અને ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝીસને જાળવી રાખીને ૧૪ જુલાઈ માટે ડેલ્ટા કોર્પને તેની હ્લશ્ર્ં પ્રતિબંધ સૂચિમાં ઉમેર્યું છે. આ રીતે હ્લશ્ર્ં સેગમેન્ટ હેઠળ પ્રતિબંધિત સિક્યોરિટીઝમાં એવી કંપનીઓનો સમાવેશ થાય છે જ્યાં ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્‌સ માર્કેટ-વાઇડ પોઝિશન લિમિટના બેરિયરને ઓળંગી ગયા છે.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *