સ્વિટ્ઝર્લેન્ડ
સ્વિટ્ઝર્લેન્ડના બર્નમાં હાલમાં સીટીયસ મીટીંગ એથ્લેટિક્સ ૨૦૨૩ મીટ (ઝ્રૈંૈેજ સ્ીીંૈહખ્ત છંરઙ્મીંૈષ્ઠજ ૨૦૨૩) ચાલી રહી છે. આ એથ્લેટિક્સ મીટમાં ભારતના લાંબી કૂદના એથલિટ જેસ્વિન એલ્ડ્રિને (ત્નીજુૈહ છઙ્મઙ્ઘિૈહ) શાનદાર પ્રદર્શન નોંધાવ્યું છે. તેણે શુક્રવારે લાંબી કૂદની સ્પર્ધામાં ભારતનું નામ રોશન કર્યુ હતુ અને આ જીત સાથે ઇતિહાસ રચ્યો હતો. ભારતના જેસ્વિન એલ્ડ્રિને નવા મીટ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જેસ્વિને તેના પ્રથમ પ્રયાસમાં જ સર્વશ્રેષ્ઠ સ્કોર નોંધાવ્યો હતો. તેની પ્રથમ કૂદ જ નવો મીટ રેકોર્ડ હતો. ભારતના સ્ટાર એથલિટ જેસ્વિન એલ્ડ્રિનના નામે લાંબી કૂદની રમતમાં નેશનલ રેકોર્ડ છે. જેસ્વિન એલ્ડ્રિને ૮.૪૨ મીટર લાંબી કૂદ સાથે ભારતમાં રમાયેલ ગેમ્સમાં રેકોર્ડ નોંધાવ્યો હતો. જેસ્વિને વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેન્ટલ ટૂર બ્રોન્ઝ લેવલ એથ્લેટિક્સ ઇવેન્ટમાં પ્રથમ કૂદમાં પોતાનો સર્વશ્રેષ્ઠ સ્કોર નોંધાવ્યો હતો. જેસ્વિન એલ્ડ્રિને ૮.૨૨ મીટરની કૂદ સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. ભારતના શ્રેષ્ઠ એથલિટમાંથી એક ૨૧ વર્ષીય જેસ્વિન એલ્ડ્રિને ૮.૨૨ મીટર લાંબી કૂદ સાથે નવો એથ્લેટિક્સ મીટ રેકોર્ડ નોંધાવ્યો હતો. જેસ્વિને પ્રથમ કૂદમાં ૮.૨૨ મીટરનો સ્કોર હાંસિલ કર્યો હતો. તે બાદ બીજા અને ચોથા પ્રયાસમાં તામિલ નાડુના એથલિટે ૮.૧૭ મીટર અને ૮.૧૪ મીટરનો સ્કોર નોંધાવ્યો હતો. ભારતીય એથલિટે એક પ્રયાસમાં ફાઉલ નોંધાવ્યો હતો જ્યારે અન્ય છેલ્લા બે જમ્પ પર તેણે પ્રયાસ કર્યો ન હતો. એથલિટને લાંબી કૂદની ઇવેન્ટમાં કુલ ૬ પ્રયાસ કૂદ માટે મળતા હોય છે. મે મહિના બાદ પ્રથમ વખત જેસ્વિન એલ્ડ્રિને ૮ મીટર કે તેનાથી લાંબી કૂદ લગાવી હતી. તેણે ચાર ઇવેન્ટમાં ભાગ લીધો હતો પણ તે ફોર્મમાં પરત ફરી શક્યો ન હતો. તેણે માર્ચ મહિનામાં બેલારીમાં ૮.૪૨ મીટરની કૂદ સાથે નેશનલ રેકોર્ડ નોંધાવ્યો હતો. જેસ્વિન છેલ્લે જૂન મહિનામાં નેશનલ ઇન્ટર સ્ટેટ સીનીયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સ્પર્ધામાં દેખાયો હતો. જેસ્વિને લોસાને ડાયમંડ લીગમાં અને બેંગકોકમાં રમાયેલ એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જેસ્વિને પોતાનુ નામ પાછું ખેચ્યું હતું.


