Gujarat

બેફામ રેતી ખનનથી પાણી ના કૂવાની આજુબાજુ પડી ગયા ઊંડા ઊંડા ખાડા

બોડેલી તાલુકા ના કડીલા ગામમાં આવેલી નદી ના પટમાં પાણી પુરવઠા નો કૂવો આવેલો છે  કુવાની આજુબાજુ બેફામ રેતી ખનનથી ઊંડા ઊંડા ખાડા પડી ગયા છે
બોક્સ
પાણી પુરવઠા ના કૂવા ની આજુબાજુ બેફામ ખોદકામ થઈ રહ્યું છે પણ ખનીજ વિભાગ નું મૌન જોવા મળી રહ્યું છે
વારંવાર અખબાર પર આવતા ખનીજ ચોરીના સમાચાર છતાં જાડી ચામડી વાળુ તંત્ર મૌન . જે લોકોએ ખોદકામ કર્યું છે એના પર કાર્યવાહી કરવામાં આવે તેમ ગ્રામજનો જણાવી રહ્યા છે
બોડેલી તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લામાં અસંખ્ય રેતીની લીજો આવેલી છે ખાસ કરીને બોડેલી અને પાવીજેતપુર તાલુકામાં સૌથી વધારે રેતીની લીઝો આવેલી હોય પણ અમુક જગ્યાઓ પર રેત માફીઆઓ આડેધણ બેફામ રેતી ખનન કરી રહ્યા છે ખાસ કરીને ઓસંગ નદી માં ઊંડા ઊંડા ખાડા કરીને પાણીની પાણીની સમસ્યા સર્જાઇ રહી છે ત્યારે બોડેલી તાલુકાના કડીલા ગામ પાસે આવેલી ઓરસંગ નદી મર આવેલો પાણીનો કૂવો જેની આજુબાજુ  રેત માફીઆઓ એ ખોદકામ કરી ને કૂવાને જર્જરીત બનાવી દીધો છે
પાણી પુરવઠા ના કૂવા ની આજુબાજુ બેફામ ખોદકામ થઈ રહ્યું છે પણ ખનીજ વિભાગ આના પર મૌન સેવી રહ્યું છે
વહેલી તકે કુવાની આજુબાજુ ખોદકામ બંધ કરવામાં આવે અને જે લોકોએ ખોદકામ કહ્યું છે એના પર કાર્યવાહી કરવામાં આવે તેમ ગામજનો જણાવી રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG20230620115039.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *