Gujarat

વીજ લાઈન મરામત વખતે સહિતની પરિસ્થિતિમાં અકસ્માતો નિવારવા વીજ કર્મીઓને જાણકારી અપાઈ

વીજકર્મીઓ વીજ પુરવઠો અવિરત જળવાઈ રહે તે માટે સતત પરિશ્રમ વેઠતા હોય છે. વાવાઝોડા કે વરસાદી વાતાવરણ વચ્ચે પણ વીજ ફોલ્ટને દૂર કરવા માટે 24*7 કાર્યરત હોય છે. ખાસ કરીને ફિલ્ડ ઉપર કામ કરતા વીજ કર્મીઓ મોત સામે જજુમી રહ્યા હોય છે. તેમ કહેવું ખોટું નહીં ગણાય. વીજ પોલ પર એક ઉંચાઈ પર કામ કરવું, ઉપરાંત એક નાની અમથી ભૂલ કે શરત ચૂક ક્યારેક ગંભીર અકસ્માતમાં પરિણામતી હોય છે.

આ અકસ્માતો નિવારવા અને સેફટી ફર્સ્ટને અનુલક્ષીને પીજીવીસીએલ જૂનાગઢની શહેરી વિભાગીય કચેરી દ્વારા વીજ કર્મીઓ માટે એક પ્રિકોશનરી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

      આ તાલીમમાં પીજીવીસીએલ જૂનાગઢ વર્તુળના અધિક્ષક ઈજનેર શ્રી બી.ડી. પરમાર જણાવ્યું કે, ઈલેક્ટ્રીક કરંટ નોન વિઝીબલ હોય છે એટલે કે અદ્રશ્ય સ્વરૂપે હોય તેના પર ભરોશો કરી શકાય નહીં. બિનજરૂરી ઉતાવળ કરવાથી માઠા પરિણામ ભોગવવા પડતા હોય છે તે આપણે અનુભવે જાણ્યું છે, તેમ જણાવતા તેમણે કહ્યું કે, કરંટ એ ઇલેક્ટ્રોનનો ફ્લો છે. ઈલેક્ટ્રોનને ધક્કો મારવાનું વોલ્ટેજ કરે છે. એટલે જેટલા વોલ્ટેજ વધારે એટલો વીજ પ્રવાસ ઝડપી ગતિએ આગળ વધે છે. આ વીજ પ્રવાહ ઝડપથી પ્રસરે છે. એવું પણ જાણવામાં આવ્યું છે કે, ખૂબ જાડા શરીરમાં વીજશોકની અસર ખૂબ વધુ જોવા મળે છે. તેવી જ રીતે પાતળા શરીરમાં વીર શોકની અસર પ્રમાણમાં ઓછી હોય છે.

     પીજીવીસીએલના ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર શ્રી વી.એલ. ભીમાણીએ જણાવ્યું કે પીજીવીસીએલ દ્વારા વીજ કર્મીઓની સેફટી માટે ખાસ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. વીજ લાઈન મરામત વખતે અકસ્માત ટાળવા એક ચેક લિસ્ટ પણ આપવામાં આવ્યું છે. જે મુજબની ખરાઈ કર્યા બાદ વીજ  મરામત કાર્ય હાથ ધરવાનું હોય છે. સેફટી સાધનો વગેરે બાબતોની અધિકારીઓ દ્વારા સાઈટ પરની વીડિયો કોલના માધ્યમથી ખરાઈ કરવામાં આવે છે. આમ,તેમણે  ધીરજ સાથે વીજમરામતનું કામ ધરવા જણાવ્યું હતું.

    શહેર વિભાગીય કચેરીના નાયબ ઈજનેર શ્રી સી. એન. મૈયડ અને આસિસ્ટન્ટ ઈલેક્ટ્રિકલ ઈન્સ્પેક્ટર શ્રી ભારાઈએ પણ વીજ લાઈનના કે અન્ય વીજ મરામતના કાર્યોમાં રાખવાની થતી સાવધાનીઓ પૂર્વ તકેદારીઓ વિશે જાણકારી આપી હતી.

      આ તકે ડો. ઝાલાવડીયાએ રોજિંદા જીવનમાં નજીવા વીજ શોક લાગવાના બનાવો બનતા હોય છે પરંતુ હાઈ વોલ્ટેજ વીજ શોક લાગે તેવી સ્થિતિમાં ભોગ બનનારના શ્વાસ, ધબકારા અને પલ્સ ચેક કરવા ખૂબ જરૂરી છે. તેના આધારે મોઢા વડે શ્વાસ આપવા કે છાતીના ભાગેનું વચ્ચેનું હાડકું પૂર્ણ થતું હોય શરીરની તે જગ્યાએ પંપ કરવું. વગેરે જીવન રક્ષક જાણકારી ડેમોસ્ટ્રેશનના માધ્યમથી આપવામાં આવી હતી.

pgvcl-safety-6.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *