મકસુદ કારીગર,કઠલાલ
સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ કઠલાલ ખાતે ઇનોવેશનને પ્રોત્સાહન મળે તે હેતુથી ઇનોવેશન ક્લબ કાર્યરત છે. આ ક્લબ હેઠળ વિદ્યાર્થીઓ બૌદ્ધિક ચર્ચા તેમજ વિવિધ ઇનોવેટિવ પ્રવૃત્તિઓ કરે છે. જેનો મુખ્ય હેતુ સમાજની સુખાકારી વધારવાનો તેમજ તત્કાલીન સમાજની સમસ્યાઓ ના સમાધાન શોધવાનો છે. ત્યારે ઇનોવેશન ક્લબના વિદ્યાર્થીઓ કોલેજના વિકાસ માટે શ્રમદાન કરી કોલેજના વિકાસમાં સહભાગી થયા. ઇનોવેશન ક્લબના કોર્ડીનેટર પ્રાધ્યાપક પલ્લવીકા ભટ્ટ તેમજ સ્પોર્ટ ડાયરેક્ટર લેફ્ટનન્ટ ડોક્ટર કેયુર મકવાણાએ હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા.


