અંદાજે ૩૨-૩૩ વર્ષની ઉંમરે છાતીમાં દુખાવો થવો અને તબીબી તપાસમાં ડોક્ટરે કહ્યું કે, કાર્ડિયેક એરેસ્ટ છે એટલે કે, વત્તી-ઓછી માત્રામાં રક્તવાહિનીઓમાં બ્લોકેજ છે. જેથી ૭૨ કલાક સુધી આઈસીયુમાં રહે પડ્યું હતુ. તબીબો કહે છે કે, જિંદગીભર લોહી પાતળા કરવાની દવા-ગોળી લેવી પડશે. તેને એક ચેલેન્જ તરીકે ઉપાડી, તે તેમને યોગ સુધી લઈ જાય છે. તેના પરિણામે આજે ૫૦ વર્ષની ઉંમરે તરોજાતા અને તંદુરસ્તતાની સાથે સેંકડો લોકોને યોગ દ્વારા આરોગ્ય બક્ષવાનું કામ કરી રહ્યા છે.
આ વાત છે, જૂનાગઢના જયંતીલાલભાઈ કાછડીયાની તેઓ કહે છે કે, મારી સફરથી તબીબો પણ અચરજ પામી ગયા હતા. હૃદય સંબંધી બીમારી હોવાથી ડોક્ટરની સલાહ મુજબ અઢી ત્રણ વર્ષ દવા લીધી. પણ મેં દ્રઢ નિશ્ચય કર્યો હતો કે, આવી રીતે જિંદગી ન જીવી શકાય અને કાયમી માટે તો દવાતો નથી જ લેવી. પછી સ્વત: તબીબી બાબતો જાણવાનું શરૂ કર્યું, તે મને યોગ સુધી લઈ જાય છે. યોગાચાર્ય રેણુબેન શુક્લા અને ટેલિવિઝનના માધ્યમથી યોગ શીખવાનું શરૂ કર્યું અને શીખ્યો પણ. આમ, સતત ત્રણ વર્ષ સુધી નિયમિત યોગા કર્યા અને સંપૂર્ણ સ્વસ્થ જીવન જીવી રહ્યો હતો, એટલે છ મહિના સુધી દવા ન લેવાનો મેં જાતે નિર્ણય કર્યો. ત્યાર પછી ડોક્ટર પાસે તબીબી ચેકઅપ માટે ગયો ત્યારે ડોક્ટરે પણ અચરજ પામતા કહ્યું કે, છ મહિના સુધી દવા ન લેવાથી કશું નથી થયું ! તેમણે કહ્યુ તો, દવા લેવાની જરૂર નથી. ત્યારે ડોક્ટરે પણ પીઠ થબથબાવતા કહ્યું કે, તે દોસ્ત કંઈક અલગ કરી બતાવ્યું.
આ સાથે ડોક્ટરે છ મહિનાના અંતરે લિપિડ પ્રોફાઈલ સહિતના રિપોર્ટ કરાવવા માટે કહ્યું હતું. તે કરાવતો રહ્યો. પણ છેલ્લા ત્રણેક વર્ષથી તે પણ કરવાનું બંધ કરી દીધું છે. આમ, યોગ જીવનમાં ચમત્કાર સર્જી શકે છે.
તેઓ કહે છે કે, યોગથી કાર્ડિયાક એરેસ્ટ તો દૂર થયો સાથે હરસ મસાની બીમારી પણ જતી રહી, આમ યોગથી રોગપ્રતિકારક શક્તિમાં ખૂબ વધારો થાય છે.
જયંતીલાલભાઈ કાછડીયા આજે યોગ મય જીવન જીવી રહ્યા છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડની પરીક્ષા પાસ કરી યોગ કોચ બની ગયા છે, તેમણે અત્યાર સુધીમાં સેંકડો લોકોને યોગ શિખવાડી ચૂક્યા છે તેમની નીચે ટ્રેનર તૈયાર થઈ અન્ય લોકોને યોગ શિખવાડી રહ્યાં છે.
તેઓ કહે છે કે, સારી. બેસ્ટ અને વેરેન્ટેજ વગરનું જીવન જીવવું હોય તો યોગ કરો. યોગ તમને આરોગ્ય તો આપશે પણ આત્માના પરમાત્મા સાથેના મિલનના માર્ગ પણ ખોલી નાખશે.
શ્રી કાછડીયા માને છે કે, ૧૦૦ વર્ષ સુધી બીમાર પડ્યા વગર જીવવું હોય તો એક જ માર્ગ છે યોગ… તેઓ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ સંધ્યાએ વિશ્વ યોગ દિવસની શુભેચ્છા સંદેશ પાઠવતા રહે છે . કે, યોગ કરો…. યોગ કરો…. યોગ કરો.. અને રહો નિરોગ.


