સ્માટૅ ફોન, ટેબ્લેટ વગેરે જેવા આધુનિક તકનીકી ઉપકરણોના પ્રસાર સાથે,લોકો ડિજિટલ પદ્ધતિ દ્વારા પહેલા કરતા વધુ વાતચીત કરે છે.ઘણા લોકો જ્યારે તેઓ રૂબરૂમાં એક બીજા સાથે મુલાકાત કરી શકતા નથી અથવા ફોન દ્વારા વાતચીત કરી શકતા નથી ત્યારે તેઓ ઇમેઇલ અથવા ઇન્સ્ટન્ટ લેખિત સંદેશા દ્વારા એક બીજા સાથે વાત કરે છે. દરેક શોધનો સકારાત્મક લાભ તેમજ નકારાત્મક આડઅસર હોય છે.ઇમેઇલ અને લેખિત સંદેશા જેવી નવીનતા માં પણ તે સાચુ છે.આપણે કુટુંબ, પ્રિયજનો કે મિત્રો પાસેથી સંદેશા વ્યવહાર ની રાહ જોતા હોઈએ છીએ ત્યારે આપણને પણ સ્પામ સંદેશ કે અનિચ્છનીય સંદેશા મળી રહ્યા
હોય છે. મોટાભાગના સ્પામ કે જે આપણા કમ્પ્યુટર અથવા સ્માર્ટફોનના ઇનબૉક્સ ને ભરે છે તે જાહેરાતો હોઈ શકે છે..કેટલીક વાર હેકસૅ આપણે જાણતા હોય તેવા લોકોના નામે ભ્રમિત કરીને ઇમેઇલ મોકલે છે જેથી તેઓ આપણા કમ્પ્યુટર પર વાયરસ લગાવી શકે. કેટલાક એવા લોકો કે જેને આપણે જાણતાં જ નથી તેઓ તેમની પાસે ની સૂચિમાં થી ફક્ત લોકો ને ઈમેઈલ કરતા રહેતા હોય છે.
પરમાત્મા આપણને ઘરે પરત બોલાવવા નો સંદેશો મોકલવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ આપણે આ દુનિયામાંથી મળતા અનિચ્છનીય સંદેશા એટલે કે સ્પા માં આપણો સમય પસાર કરી રહ્યા છે. મન નથી ઇચ્છતો કે આપણે પરમાત્મા તરફ પરત ફરીએ. તે સ્પામ દ્વારા છેતરપિંડી કરીને આપણું ધ્યાન આ દુનિયામાં દોરે છે. ભગવાન ના ઈ મેઈલ-સંદેશ આંતરિક પ્રકાશ અને ધ્વનિ ના રૂપમાં આવી રહ્યા છે.આ ઇમેલને પ્રાપ્ત કરવા માટે આપણે ધ્યાનમાં બેસવાની જરૂર છે. ભગવાન ના ઈ મેઈલ આપણી આત્માને
શાશ્વત આનંદ, આનંદ અને આનંદ માં દોરે છે પરંતુ આપણે એવા વિચારો, શબ્દો અને કાયોઁ માં ઘણો સમય બગાડીએ છીએ જે ભગવાનને શોધવામાં આપણને મદદ કરશે નહીં. આપણે જાણીએ છીએ કે આપણી પાસે શારીરિક શરીર છે તેને સંભાળવા માટે તેને ખવડાવવુ પડશે અને આપણી અને કુટુંબની જરૂરિયાત પહોંચી વળવા કામ કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે દુનિયામાં ટકી
રહેવા માટે જે જરૂરિયાત છે તેને ખરીદવા માટે પૈસા કમાવવા માટે આપણે શાળા અથવા નોકરીમાં સમય પસાર કરીએ છીએ. ઘરમાં પણ થોડો સમય પસાર કરવો જોઈએ. આ દુનિયાના ઈમેઈલ વધુ પૈસા, વધુ સંપત્તિ, વધુ પ્રાપ્તિ, વધુ કીતીઁ ની ઈચ્છા
લાલચમાં રાખે છે જ્યારે પણ આપણે એક ઇચ્છા પ્રાપ્ત કરીએ છીએ ત્યારે આપણું મન આપણને બીજી ઇચ્છા મોકલે છે. આપણે પ્રાપ્ત કરેલી કોઈપણ બાબતમાં કદી સંતોષ થતો નથી. કારણ કે ઇચ્છા નો સ્વભાવ આપણને કોઈ બીજી ઇચ્છા માટે દોરી જાય છે ફકત એક જ રસ્તો છે કે જે આપણને પરિપૂર્ણ કરી શકે છે તે આધ્યાત્મિક પ્રાપ્તિ છે. આવું કરવા માટે આપણને ધ્યાનમાં પ્રાપ્ત થતા પ્રકાશ અને ધ્વનિ ના સ્વરૂપ માં ભગવાનના ઈ મેઈલ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આપણી અંદર એક કીમતી ખજાનો છે પરંતુ
કેટલાક જ એવા છે કે જેમને તેનો અનુભવ છે. આપણે પરમાત્મા ને બહારની દુનિયા માં શોધી રહ્યા છીએ પરંતુ આપણે તેમને આપણા અંતરમાં અનુભવ નથી કરી રહ્યા. તો આવો આપણે દુનિયાના સ્પામ સરખા કરવાને બદલે પરમાત્મા ના ઈ મેઈલ પર ધ્યાન આપીએ. આ રીતે આપણે આંતરિક શાંતિ
અને પરિપૂર્ણતા ને પ્રાપ્ત કરીશુ તથા આપણા સંપર્કમાં આવતા બધામાં ફેલાવી શુ. આપણે ધ્યાન ની કળા શીખીએ આપણી અંદર શાંતિ નુ સ્વગૅ બનાવીએ છીએ અને બીજામાં ફેલાવીએ છીએ.વિશ્વને શાંતિપૂર્ણ, દૈવી પ્રેમ અને આનંદ નું સ્થળ બનાવે છીએ.


