Gujarat

લોક વિજ્ઞાનકેન્દ્ર – ધ્રોલ દ્વારા “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ઉજવાયો

ગુજકોસ્ટ–ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ.ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ–ધ્રોલ સંચાલિત શ્રી એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર–ધ્રોલ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – 2023 ની મુખ્ય થીમ “યોગા ફોર વસુધૈવ કુટુંબકમ” અંતર્ગત ધ્રોલ વિસ્તારના પ્રાથમિક તેમજ માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓ માટે “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી – 2023” નું આયોજન વિજ્ઞાનકેન્દ્ર–ધ્રોલ પર કરવામાં આવેલ. જેમાં ખાસ કરીને બાળકો પોતાના મન પર નિયંત્રણ કેમ રાખી શકે અને એકાગ્ર કઈ રીતે રહી શકાય તે ઉદ્દેશથી યોગા ટ્રેનર નિશાબેન દોશી દ્વારા બાળકોને વિવિધ પ્રાણાયામ કરાવવામાં આવેલ. તેમજ વિજ્ઞાનકેન્દ્રના સાયન્સ કોમ્યુનિકેટર રવિભાઈ ધ્રાંગધરિયા દ્વારા તમામ બાળકોને વિવિધ યોગસનનો યોગાભ્યાસ તેમજ પ્રાણાયામ અને યોગથી થતા ફાયદા અંગે માહિતગાર કરવામાં આવેલ. આ યોગાભ્યાસમાં કૂલ ૧૦૫ જેટલા વિદ્યાર્થીઓ સામેલ થયેલ. સંસ્થાના ચેરમેનશ્રી ધર્મેશભાઈ મહેતા, સેક્રેટરીશ્રી સુધાબેન ખંઢેરીયા તેમજ વિજ્ઞાનકેન્દ્રના પ્રોગ્રામ ઓફિસર ડૉ.સંજય પંડ્યા દ્વારા તમામ બાળકો-શિક્ષકો-આમજનતાને યોગાભ્યાસ માત્ર યોગ દિવસમાં જ નહીં પરંતુ રોજ યોગ કરી શરીર અને મન તંદુરસ્ત રાખવા અનુરોધ કરેલ…………………..
રિપોર્ટર :; શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા………….

IMG-20230621-WA0261.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *