Haryana

નૂહ-માનેસરમાં ઈન્ટરનેટ પ્રતિબંધ લંબાયો, બે રાજ્યો એલર્ટ મોડ પર

નૂહ-હરિયાણા
હરિયાણાના હિંસા પ્રભાવિત વિસ્તારોમાં ઇન્ટરનેટ પરનો પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. ગુરુગ્રામના નૂહ, ફરીદાબાદ, પલવલ અને સોહના, પટૌડી અને માનેસરમાં ઈન્ટરનેટ પ્રતિબંધ ૫ ઓગસ્ટની રાત સુધી લંબાવવામાં આવ્યો છે. જાે કે, ગુરુગ્રામ શહેરમાં ઇન્ટરનેટ સેવાઓ પુનઃસ્થાપિત રહેશે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના ૧૧ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય રાજસ્થાનમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અધિકારીઓએ બુધવારે જણાવ્યું કે હરિયાણાની સરહદે આવેલા ભરતપુરના ચાર વિસ્તારોમાં ગુરુવારે સવાર સુધી મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ સાથે અલવર જિલ્લાના ૧૦ અને ભરતપુર જિલ્લાના ચાર વિસ્તારોમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં પોલીસ પ્રશાસને એલર્ટ જાહેર કર્યું છે. પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ ગ્રાન્ડ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ અરાજક તત્વો પર ચાંપતી નજર રાખી રહી છે. એડિશનલ કમિશનરે તમામ પોલીસ સ્ટેશનમાં ગાઈડલાઈન જારી કરી છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ સોશિયલ મીડિયા પર પણ નજર રાખી રહી છે. સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. એડિશનલ કમિશનર કેશવ ચૌધરીએ આ માહિતી આપી છે.
તમને જણાવી દઈએ કે સોમવારે હરિયાણાના નૂહમાં વિશ્વ હિન્દુ પરિષદના સરઘસને રોકવાના પ્રયાસને લઈને સાંપ્રદાયિક હિંસા શરૂ થઈ હતી. હિંસા પાછળથી પડોશી ગુરુગ્રામ અને અન્ય સ્થળોએ ફેલાઈ ગઈ. મુખ્યમંત્રી મનોહર લાલે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હિંસામાં અત્યાર સુધીમાં ૬ લોકોના મોત થયા છે, જ્યારે ૧૧૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ૯૦ની અટકાયત કરવામાં આવી છે. રાજ્ય સરકારની વિનંતી પર કેન્દ્ર સરકાર દ્વારા નૂહ અને આસપાસના જિલ્લાઓમાં એક ડઝન ઇછહ્લ સહિત વિવિધ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની ૨૦ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.
બીજી તરફ હરિયાણાના નૂહમાં હિંસાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું છે કે તે સુનિશ્ચિત કરે કે હિંસા કે દ્વેષપૂર્ણ ભાષણ ન થાય. અરજદાર વતી રેલી અને ભાષણો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. મહત્વનુ છે કે હરિયાણાના નૂહ અને અન્ય વિસ્તારોમાં તોફાનમાં અત્યાર સુધીમાં ૬ લોકોના મોત થયા છે. એડવોકેટ સીયુ સિંહે આ મામલાને ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની સામે ઉઠાવ્યો હતો

File-01-Page-03-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *