Gujarat

સતાધારની પ્રસિદ્ધ જગ્યાના મહંત શ્રી વિજય બાપુનું આહવાન

મેરી મિટ્ટી મેરા દેશ …..શહીદો કો વંદન વીરો ને નમન,આ રાષ્ટ્રીય અભિયાનમાં સૌ ખુશી ખુશી પ્રેમથી રાષ્ટ્રપ્રેમ માટે જોડાવાનો આ અવસર છે,  આ અભિયાનમાં જોડાવા અપીલ કરતા સતાધારના મહંત શ્રી વિજય બાપુએ જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણો દેશ વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે રાષ્ટ્ર જાગરણ અભિયાનમાં નવયુવાનો જોડાઈ ઘરે-ઘરેથીગામની માટીને એકત્રિત કરી કુંભ કળશમાં એકત્રિત કરી અને દિલ્હી સુધી પહોંચતી કરવા કુંભ-કળશ પૂજન કરવુંબહેનો દીકરીઓ અને સૌ નાગરિકોએ આપણાં પૂર્વજોએ જે વિવેક રાખ્યો છેએવા જ વિવેક ભાવથી આપણા ભાતીગળ પરિધાનમાં આપણી સંસ્કૃતિ સોરઠી સંસ્કાર સાથે આઝાદી કે અમૃત મહોત્સવમા જોડાવુંઆપણા રાષ્ટ્રની આપણા ગામની આપણા જિલ્લાની આપણા તાલુકાની સભ્યતાની ઓળખ આંતરરાષ્ટ્રીય સ્તરે માન.ની નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં થાય તે માટે સહ સહયોગી બની રહેવું,

મેરા દેશ-મેરી મિટ્ટીશહીદોને વંદન વીરોને નમન …આ ભાવના સાથે આપણા પૂર્વજોએ અને આપણા રાષ્ટ્ર જવાનોએ ભારત દેશના સુરક્ષા માળખાને જ્યારે બળ પૂરું પાડ્યું છે ત્યારે આપણા સુખ જીવાદોરી અને સલામતી માટે દેશના સેનાનીઓને વંદન સાથે ગવર્નન્સ અને આપણી રાષ્ટ્રહિતને મજબૂત કરવા માટેનું આ અભિયાન છે. આપણા ગામમાં ૭૫ વૃક્ષો વાવી પૂર્વજોને યાદ કરી આઝાદીના ૭૫ વર્ષને યાદ કરી આપણા દેશને મજુર કરવા આપણા સૈનિકોએ આપણી સરહદો સાચવી છેત્યારે તેમની યાદમાં શહીદ શહીદોને વંદના કરવા ગામના પાદરમાં ગામની શાળામાં વૃક્ષોનું વાવેતર કરીએ આપણા વતન ની શોભા બનાવીએ અને આ અભિયાનમાં સૌ સહયોગી બની રહીએ અને પોતાના ગામની માટી અમૃતકળશમા  દિલ્હી પહોંચે અને વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આપણું રાષ્ટ્ર વિશ્વગુરુ તરફ આગળ વધે એવા આ અભિયાનમાં સહયોગી બની રહીએ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *