Gujarat

IPL ફાઇનલની ટિકીટો લેવા મોદી સ્ટેડિયમમાં લોકોની પડાપડી

અમદાવાદ
ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૬મી સિઝન અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે, પ્લેઓફની મેચ રમાઇ રહી છે, પ્રથમ ક્વૉલિફાયર તરીકે ચેન્નાઇ સુપર કિંગ્સ ફાઇનલમાં પહોંચી ચૂકી છે, અને બીજી ક્વૉલિફાયર માટે મુંબઇ અને ગુજરાત વચ્ચે જંગ જામશે, પરંતુ આ બધાની વચ્ચે હવે આઇપીએલ ફાઇનલને લઇને ક્રિકેટ ફેન્સ ઉત્સાહિત થયા છે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આઇપીએલની ફાઇનલ જાેવા માટેની ટિકીટ લેવા માટે લોકોની પડાપડી થઇ રહી છે. તાજેતરમાં જ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાંથી ખાસ દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં લોકોની ભીડ જાેવા મળી રહી છે, આ તમામ લોકો ફાઇનલની ટિકીટ લેવા માટે પડાપડી કરી રહ્યાં છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર આઈપીએલની સેમીફાઈનલ અને ફાઈનલની ટિકિટ માટે લાગી લાંબી લાઈનો લાગી છે. ઓનલાઈન ટિકિટ બુક કરાવનાર દર્શકો હજારોની સંખ્યામાં ફિઝિકલ ટિકીટ લેવા પહોંચ્યા છે. ધોમધખતા તાપમાં પણ સ્ટેડિયમમાં હજારોની ભીડ જામી હતી, આ કારણોસર છેલ્લા એક કલાકથી વધુ સમયથી ટિકીટ વહેંચણી બંધ કરવામાં આવી હતી. સ્ટેડિયમમથી લઇને બ્રિજની નીચે સુધી લોકોની ભીડ જાેવા મળી રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (મ્ઝ્રઝ્રૈં)ના સેક્રેટરી જય શાહે ગુરુવારે જણાવ્યું હતું કે ૈંઁન્ પછી એશિયા કપ ૨૦૨૩ના ભવિષ્ય પર ચર્ચા કરવામાં આવશે. એશિયા કપની યજમાની અંગેનો મામલો હજુ ઉકેલાયો નથી. પાકિસ્તાન ટુર્નામેન્ટની યજમાની કરવા ઈચ્છે છે ત્યારે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (છઝ્રઝ્ર) નવા યજમાનની શોધમાં છે. છઝ્રઝ્રના પ્રમુખ જય શાહ છે અને તેમણે ગયા વર્ષે જ કહ્યું હતું કે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય. તેમણે કહ્યું હતું કે તે તટસ્થ દેશમાં થઈ શકે છે. હવે આ મામલે જય શાહે એક નવું અપડેટ આપ્યું છે. તેણે કહ્યું છે કે એશિયા કપને લઈને અંતિમ ર્નિણય આઈપીએલ ૨૦૨૩ની ફાઈનલ બાદ લેવામાં આવશે.જય શાહે કહ્યું, “બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડના સંબંધિત પ્રમુખો ૨૮ મેના રોજ અમદાવાદ આવશે. આ બધા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી ટાટા આઈપીએલ ૨૦૨૩ની ફાઈનલને નિહાળશે. અમે તેમની સાથે એશિયા કપ ૨૦૨૩ને લઈને ભવિષ્યની કાર્યવાહી નક્કી કરવા ચર્ચા કરીશું. રસપ્રદ વાત એ છે કે તેમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ નજમ સેઠીનું નામ નથી. એટલે કે તેમને આમંત્રણ મોકલવામાં આવ્યું નથી. અગાઉ, શ્રીલંકા ક્રિકેટ (જીન્ઝ્ર) અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (મ્ઝ્રમ્) એ આ વર્ષની એશિયા કપ ટુર્નામેન્ટને પાકિસ્તાનની બહાર ખસેડવામાં મ્ઝ્રઝ્રૈંને ટેકો આપ્યો હતો.

Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *