Gujarat

IPL ફાઈનલ મેચ રિઝર્વ ડે પર શિડ્યુલ કરવામાં આવી અમદાવાદમાં વરસાદની આગાહી

અમદાવાદ
IPL 2023ફાઇનલ ચેન્નાઇ સુપર કિંગ્સ વિ ગુજરાત ટાઇટન્સઃ ૈંઁન્ ૨૦૨૩ ની ફાઇનલ મેચ ‘રિઝર્વ ડે’ સોમવારે એટલે કે આજે રમાશે. અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાશે. પણ મેચ અગાઉ સ્થાનિક હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આજે તથા આવતીકાલે વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં અમદાવાદ સહિતના ભાગોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં ૨૮મી મેએ ૈંઁન્ની ફાઈનલ મેચ ના રમાયા બાદ આજે રિઝર્વ ડે પર શિડ્યુલ કરવામાં આવી છે. પરંતુ અમદાવાદના હવામાન કેન્દ્ર દ્વારા આજે પણ અમદાવાદમાં મેચ દરમિયાન વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. નોંધનીય છે કે ૈંઁન્ ૨૦૨૩ની શરુઆત અને અંતિમ ચેમ અમદાવાદના મોટેરામાં આવેલા નવનિર્મિત દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગોઠવવામાં આવી છે. જે બે ટીમો ફાઈનલમાં પહોંચી છે તેમની વચ્ચે જ સિઝનની પ્રથમ મેચ આ જ સ્થળ પર રમાઈ હતી. હવે આજની મેચનો સંપૂર્ણ આધાર પણ હવામાન પર આધારિત રહેશે. ૈંઁન્ એ આ પહેલા દર્શકો માટે એક મોટું અપડેટ બહાર પાડ્યું છે. વરસાદના કારણે રવિવારે ફાઈનલ મેચ રમાઈ શકી ન હતી. પરંતુ આ મેચ જાેવા માટે દર્શકો મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. દર્શકો માટે સારા સમાચાર એ છે કે તેઓ જૂની ટિકિટ સાથે મેચ જાેઈ શકશે. પરંતુ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. ૈંઁન્ એ દર્શકો માટે ટિકિટ અંગે અપડેટ શેર કર્યું છે. દર્શકો જૂની ટિકિટ સાથે ફાઈનલ મેચ જાેઈ શકશે. પરંતુ આ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જાે મોબાઈલમાં માત્ર ડિજિટલ ટિકિટ એટલે કે ટિકિટ હશે તો તમે મેચ જાેઈ શકશો નહીં. જાે ફિઝિકલ ટિકિટમાં જરૂરી વસ્તુઓ હોય અને તે ફાટી ગઈ હોય તો પણ તમે મેચ જાેઈ શકશો. ટિકિટ પર નંબર અને બાર કોડ પ્રિન્ટ કરાવવો જરૂરી છે. જાે તેને બે-ત્રણ ભાગમાં ફાડી નાખવામાં આવ્યું હોય અને તમામ ભાગો હાજર હોય તો પણ તમે મેચ જાેઈ શકશો. જાે બીજા દિવસે પણ મેચ વરસાદના કારણે ધોવાઈ જાય તો કયા આધારે એક ટીમ ચેમ્પિયન બની શકે? તેવો સવાલ મેચ રસીયાઓને થઈ રહ્યો છે. કારણ કે મેચ શરુ થયા પછી પણ વરસાદ યથાવત રહે તો ૧૨૦ મિનિટ એટલે ૨ કલાક સુધી વરસાદ અટકવાની રાહ જાેવામાં આવે છે. ૈંઁન્ ના નિયમ અનુસાર જાે રિઝર્વ ડે પર પણ વરસાદ શરૂ થાય અને મેચ નિર્ધારિત ત્રણ કલાક અને ૨૦ મિનિટ ઉપરાંત ઉમેરાયેલા બે કલાકમાં સમાપ્ત થઈ ન શકે, તો અમ્પાયરો ફરીથી પીચનું મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કરશે. જાે યોગ્ય જણાય તો, વિજેતા નક્કી કરવા માટે સુપર ઓવર કરવામાં આવશે. અને પરંતુ જાે સુપર ઓવર પણ શક્ય ન હોય, તો લીગ મેચોના પછી પોઇન્ટ ટેબલમાં સૌથી વધુ પોઈન્ટ મેળવનારી ટીમને એટલે કે ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન જાહેર કરવામાં આવશે.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *