Gujarat

સાવરકુંડલા ટાઉનમાં મોબાઇલ ફોનની ચીલ ઝડપ કરનાર ઇસમને મોબાઇલ ફોન, મોટર સાયકલ સહિત કુલ કિં.રૂ.૫૩,૪૯૯/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, ચીલ ઝડપનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

ગુનાની વિગતઃ-
ગઇ તા.૧૩/૦૫/૨૦૨૩ ના રોજ સાંજના સાડા છએક વાગ્યે સાગરભાઇ દેવજીભાઇ મકવાણા, ઉ.વ.૧૯,રહે.સાવરકુંડલા, કાણકીયા કોલેજ પાછળ, વિદ્યુતનગર વાળા હીરા ઘરસવાનું કામ પુરૂ કરી વેજલપરાથી ચાલીને પોતાના ઘરે જતા હતા તે દરિયાન કાણકીયા કોલેજના ગેઈટ પાસે એક અજાણ્યો ઈસમ અચાનક મોટર સાયકલ લઈ આવી, આ સાગરભાઇના શર્ટના ખીસ્સામાં રાખેલ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૧૮,૪૯૯/- ની ચીલ ઝડપ કરી, મોટર સાયકલ લઇ નાશી જઇ ગુનો કરેલ હોય, તેમજ ગઇ તા.૧૪/૦૫/૨૦૧૩ નાં રોજ સાવરકુંડલા, કાપેલીધાર પાસેથી સામતભાઇ ખોડાભાઇ પાસેથી અજાણ્યા મોટર સાયકલ ઇસમે એન્ડ્રોઇલ મોબાઇલ ફોનની ચીલ ઝડપ હોય, આ અંગે સાગરભાઇએ અજાણ્યા આરોપી વિરૂધ્ધ ફરીયાદ જાહેર કરતા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન એ પાર્ટ.ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૨૨૩૦૨૫૭/૨૦૨૩, ઇ.પી.કો. કલમ ૩૭૯(૩) મુજબ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ.
ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ આ પ્રકારના ચીલ ઝડપના અનર્કીટેક્ટ ગુન્હાના આરોપીને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી.ને માર્ગદર્શન આપેલ હતું અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.બી.ટીમ દ્વારા ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે તપાસ હાથ ધરવામાં આવેલ અને આજ રોજ તા.૨૭/૦૭/૨૦૨૩ નાં સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન સાવરકુંડલા, કાપેલ ધાર પાસેથી ઇસમને શંકાસ્પદ હાલતમાં મોટર સાયકલ સાથે આંટા ફેરા કરતા પકડી પાડી, મજકુર પાસેથી શંકાસ્પદ મોબાઇલ ફોન મળી આવતા જે અંગે પુછ પરછ કરતા ઉપરોકત ચીલ ઝડપ કરેલ હોવાની કબુલાત આપતા, પકડાયેલ આરોપી તથા મળી આવેલ મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે
પકડાયેલ આરોપીની વિગતઃ-
પિન્ટુ અંબારામભાઇ ગોંડલીયા, ઉં.વ.૨૨, રહે.ભેકરા, તા.સાવરકુંડલા, જિ.અમરેલી હાલ રહે.૮૭/ કૈલાસ ધામે
સોસાયટી, સીતાનગર, પુણાગામ, સુરત
કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-
એક વીવો કંપનીનો Y-35 મોડલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૧૮,૪૯૯/- તથા એક ઓપો કંપનીનો A37F મોડલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૫,૦૦૦/- તથા એક હોન્ડા કંપનીનું શાઇન મોડલનું મોટર સાયકલ રજી. નં. જીજે ૦૧.એમ.કે.૬૮૨૫ કિ.રૂ.૩૦,૦૦૦/-મળી કુલ કિં. રૂ.૫૩,૪૯૯/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ, યુવરાજસિંહ રાઠોડ, જીગ્નેશભાઇ અમરેલીયા તથા હેડ કોન્સ. મનીષભાઇ જાની, નિકુલસિંહ રાઠોડ તથા પો.કોન્સ. રાહુલભાઇ ઢાપા, તુષારભાઇ પાંચાણી, હરેશભાઇ કુંવારદાસ દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230727-WA0050.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *