Gujarat

ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલા અકસ્માતમાં FSL,RTO ની મદદથી તપાસ કરવામાં આવી રહી છે ઃ DCP નિતા દેસાઈ

અમદાવાદ
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કુલ ૯ લોકોના મોત થયા છે. આ સમગ્ર મામલે હ્લજીન્, ઇ્‌ર્ંની મદદથી તપાસ કરવામાં આવી રહી છે. આ અકસ્માતમાં કોઈ પણ ગુનેગારને છોડવામાં નહી આવે તેવુ નિવેદન ટ્રાફિક ડ્ઢઝ્રઁ નિતા દેસાઈએ આપ્યુ છે. તો આ સાથે ડ્ઢઝ્રઁ નિતા દેસાઈએ જણાવ્યું છે કે કાર ચાલક તથ્ય પટેલ હાલ ઈજાગ્રસ્ત હોવાથી સારવાર હેઠળ છે. તેમજ અકસ્માત સર્જનાર તથ્ય પટેલના કેટલાક તબીબી પરીક્ષણો કરવાના બાકી છે. જેના રિપોર્ટ આવ્યા બાદ કથિત આરોપીની ધરપકડ કરવામાં આવશે. કારચાલક તથ્ય પટેલ પર પંચનામુ કરીને ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કારચાલક વિરુદ્ધ પીઆઈ વી.બી.દેસાઈને ફરિયાદી બનાવાયા છે. અને ૈંઁઝ્રની કલમ ૩૦૪, ૨૭૯, ૩૩૭, ૩૩૮ હેઠળ નોંધી ફરિયાદ નોંધવામાં આવી છે.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *